નેપાળ બોર્ડર પાસેથી હેરોઈનના જથ્થા સાથે રાજુ દુબઈની ધરપકડ
ગુજરાત એટીએસને એક ડ્રગ્સ તસ્કરીની પુછપરછ કરતા એક મોટો ખુલાસો થયો છે. ૩૦૦ કિલો હેરોઈન સ્મગલીંગ કેસમાં ગુજરાત એટીએસે રાજુ દુબઈ ઉર્ફે અરશદ રઝાક સોટાની નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરી છે. સોટા મુળ માંડવીનો રહેવાસી છે અને તેણે કહ્યું કે તે પાકિસ્તાનના રસ્તેથી ૩૦૦ કિલો ડ્રગ્સની તસ્કરી કરી ભારત મોકલતો હતો. તેની સાથે જૈસ એ મહમંદના મુખ્ય માણસ દ્વારા પાકિસ્તાના ભવાનપુરથી ડ્રગ્સ સીમરનજીતસંધુને પંજાબ મોકલાતું અને તેના દ્વારા ડ્રગ્સ દરિયાઈ માર્ગે ગુજરાતમાં આવતું આ સમગ્ર સિન્ડીકેટનો પર્દાફાશ એટીએસની ટીમે કર્યો છે.
આ અંગે વધુ જણાવતા એટીએસના સિનીયર અધિકારીએ કહ્યું કે, રાજુ દુબઈ અમદાવાદ હતો. રાજુએ દુબઈમાં ૨ ફેબ્રુઆરી ૨૦૧૮માં હાજી સાથે મિટીંગ કરી હતી અને તેણે ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરી કરવાની હામી ભરી હતી. રાજુ પંજાબના સંધુ સાથે પણ સંપર્કમાં હતો તેની પાસે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ હતો. સંધુ પાકિસ્તાનમાંથી ડ્રગ્સ વિવિધ દેશોમાં સપ્લાય કરતો હતો.
એટીએસના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાજી દરિયાઈ માર્ગ દ્વારા હેરોઈન ગુજરાતમાં ઘુસાડતો હતો અને તે આંતકી પ્રવૃતિઓ માટે જમ્મુ કાશ્મીરમાં ફંડ પણ આપતો હતો. ગુજરાત એટીએસને દેવભૂમિ દ્વારકાથી એક શખ્સ અસીસ અબ્દુલને ૫ કિલો હેરોઈન સાથે ઝડપ્યો હતો. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ ૧૫ કરોડ હતી ત્યારે જ પુછપરછ દરમિયાન તસ્કરે મોટો ખુલાસો કર્યો કે ગુજરાતના દરિયાઈ રસ્તે ૩૦૦ કરોડથી પણ વધારે કિંમતનું ડ્રગ્સ ચાર મહિના પહેલા ભારત આવ્યું હતું.
આ ડ્રગ્સ સપ્લાયર્સની લીંક મળી જતા આતંકી હુમલાઓ પાછળના માસ્ટર માઈન્ડનો પણ પર્દાફાશ થશે તેવું કહેતા ગુજરાત એટીએસના અધિકારીએ કહ્યું કે, અમે આ શકમંદની પુછપરછ કરી કાશ્મીર સરહદે થઈ રહેલા આતંકી હુમલાઓ અંગે પણ જાણકારી મેળવીશું અને જો હેરોઈન સ્મગલીંગ અને આતંકી ફન્ડીંગની સાંઠગાંઠ મળશે તો ઘણો ફાયદો થશે. અમે શાહીદ સુમરા અને તેના ભાઈ રફીક સુમરાની પણ તાજેતરમાં જ ૩૦૦ કિલો હેરોઈનના જથ્થા સાથે ધરપકડ કરી છે.
એટીએસે જણાવ્યું કે, ગુજરાતમાં હેરોઈન ઘુસાડવામાં પાકિસ્તાનનો જ હાથ છે. આ સમગ્ર સિન્ડીકેટમાં કાશ્મીરના મજુર અહેમદ મીર, રફીક સુમરાની ધરપકડ કરી છે. તેઓ સંધુ સાથે સંપર્કમાં હતા. સંધુ અને ઠાકર બને સિન્ડીકેટના મેન માણસો છે. ઠાકરની પણ ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રફીક સુમરા અને શાહીદ સુમરાએ માંડવીથી ગુજરાતમાં હેરોઈન સપ્લાય કર્યું હતું અને તેમને આ માટે ૫૦ લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. એટીએસ સોર્સના જણાવ્યા પ્રમાણે હેરોઈન પહેલીવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉજામાંથી ટ્રાન્સપોર્ટ દ્વારા માંડવી મોકલાયું હતું જયાં તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો.