ના રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી
આધાર કાર્ડ ધારકના નામ, સરનામું, ફોટો જન્મ તારીખની જાણકારી હશે જેને લઇ હવે ૧૪ આંકડાના આધાર નંબર વગર જ ઓફ લાઇન વેરીફીકેશન શકય બનશે
આધારની ગોપનીયતાને વધારે મજબૂત બનાવવા માટે યુઆઇડીએઆઇએ નવા કયુઆર કોડ રજુ કર્યા જેમાં યુઝરનું નામ, સરનામુ તેનો ફોટો, જન્મ તારીખ જેવી જાણકારીઓ હશે જેને ૧ર આંકડાના આધાર નંબર બતાવ્યા વિના પણ ઓફલાઇન યુઝર વેરિફીકેશન માટે ઉપયોગ કરી શકાશે.
નવા કયુઆર કોડમાં ફોટો ને જોડવામાં આવ્યા છે. આધારનો ઉ૫યોગ આજકાલ ઘણી સેવાઓમાં વેરીફીકેશન માટે કરવામાં આવે છે અને તેવામાં કયુઆર કોડથી ઓફલાઇન વેરીફીકેશન કરવાના આવે તો ડોકયુમેન્ટસ સાથે છેડછાડથી બચી શકાશે.
આધારા કાર્ડ ધારક યુઆઇડીએઆઇની વેબસાઇટ કે તેની મોબાઇલ એપથી બાયોમેટીક આઇડીને કયુઆર કોડ સાથે ડાઉન લોડ અને પ્રિંટ કરી કયુઆર કોડ બારકોડ લેનલનું જ એક રૂપ છે. જેમાં રહેલી જાણકારીઓને મશીન વાંચી શકે છે. યુઝર્સ નવા કયુઆર કોડની પ્રિંટ આઉટ કાઠીને તેના ઉપર રહેલો તેનો આધાર નંબર કાઢીને કે પછી તેને બ્લેક કરીને પણ વેરીફીકેશન માટે ઓફલાઇન ઉપયોગ કરી શકે છે.
આ આખી પ્રક્રિયામાં આધાર નંબર અને બાયોમેટીક જાણકારી શેયર કરવામાં આવશે જેનાથી આધાર કાર્ડ હોલ્ડરની પ્રાઇવસી યથાવત રહેશે. યુઆઇડીઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું, ઓફલાઇન કયુઆર કોડ એક મોટી ઉલપબ્ધી છે. જેનાથી દરેક નાગરીક આધાર નંબર વગર પણ ઓફલાઇન વેરીફીકેશન કરી શકે છે.
આધાર કાર્ડમાં નામ, સરનામું જન્મ તારીખ અને ફોટો પણ સામેલ થશે કયુઆર કોડ એ પણ સુનિશ્ચીત કરશે કે આધાર હોલ્ડર વાસ્તવિક છે. અને કોઇપણ પ્રકારના ગેરકાયદે ડોકયુમેન્ટનો ઉપયોગ નથી કરી રહ્યો એટલે હવે ઓનલાઇન ડેટા ચોરથી બચવા સરકાર આધારનું વેરીફીકેશન ઓફ લાઇન કરાવશે.