એન્જિનીયરીંગ કોર્ષમાં પ્રવેશ માટે લેવામાં આવતી જોઇન્ટ એન્ટ્રાસ એકઝામ માટે ૯.૬૫ લાખ વિઘાર્થીઓએ ફોર્મ ભર્યા
એન્જીનીયરીંગ કોર્ષોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી જીઇઇની પરીક્ષા માટે આ વર્ષે કુલ ૯.૬૫ લાખ વિઘાર્થીઓએ નોંધણી કરાવી છે. ધો.૧રમાં લેબ ટેસ્ટ લેવાતી હોવા છતાં જેઇઇનું આકર્ષણ યથાવત રહ્યું છે. અને લાખો વિઘાર્થીઓ પરીક્ષા આપવા ઇચ્છુક છે.
ઉલ્લેખનીય છે કે જીઇઇની મેઇન પરીક્ષા માટેુ અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર હતી જે દરમિયાનમાં ૯.૬૫ લાખ વિઘાર્થીઓએ ફોર્મ ભર્યા છે. વર્ષ ૨૦૧૮ ની જીઇઇની પરિક્ષા એપ્રીલ માસમાં લેવામાં આવી હતી. જેમાં ૨.૫ લાખ વિઘાર્થીઓએ નોંધણી કરાવી હતી જયારે આ વર્ષ ૨૦૧૯ ની પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવાશે.
જીઇઇ મેઇનની પરીક્ષા માટે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા હોવાનું કારણ પરીક્ષાની તારીખો પણ છે. મોટાભાગના વિઘાર્થીઓને લેબ ટેસ્ટને બદલે જીઇઇમાં રસ પડી રહ્યો છે. યુજીસી નેટમાં કુલ ૧૧.૪૮ લાખ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે જીઇઇમાં કુલ ૧રલાખ પરીક્ષાર્થીઓ જોડાયા.
જીઇઇ મેઇનની પરીક્ષા બે તબકકામાં ૨૦૧૯ એપ્રીલ સુધીમાં યોજાશે. તો નેશનલ એલીજીબ્લીટી ટેસ્ટમાં પણ આજ પઘ્ધતિ રાખવામાં આવી છે. ૨૦૧૮ ની જીઇઇની પરીક્ષામાં ૯.૯૭ લાખ પરીક્ષાર્થીઓ જોડાયા હતા. છતાં એન્જીનીયરીંગ શિક્ષણમાં સૌથી વધુ મેલ વિઘાર્થીઓ રહ્યા હતા.
જેમાં ૯ ટકા લોકો એસસી અને ૩.૭ ટકા ઉમેદવારો એસટીના રહ્યા હતા. તો ૩૮ લોકો ટ્રાન્સજેન્ડર હતા કુલ ૧પ હજાર પરીક્ષાર્થીઓ ડીસેબલની કેટેગરીમાં નોંધાયા છે. પ્રથમ વાર આ પરીક્ષા નેશનલ ટેસ્ટીગ એજન્સી મુજબ લેવાશે જે સંપૂર્ણ પણે કમ્પ્યુટર આધારીત રહે છે દેશના ૨૭૬ શહેરોમાં આ પરીક્ષા યોજાશે.