૧૬ મિલિયન ઉપભોકતાઓ ધરાવતા ટાટા સ્કાયને ભાવ વધારો નડતો હોવાનું જણાવાયું
ટાટા સ્કાયના ગ્રાહકો માટે એક માઠા સમાચાર છે. ‘ચેનલ વોર’ને લઈ હવે ટાટા સ્કાય તેની ૩૨ જેટલી ચેનલો બંધ કરી રહ્યું છે. જેમાં સોની અને ઈન્ડિયા ટુડે નેટવર્કની ચેનલોનો સમાવેશ થાય છે. ગઈકાલથી જ ટાટા સ્કાય દ્વારા આ ચેનલો બંધ કરી દેતા તેના ૧૬ મીલીયન સબસ્કાબર્સને અસર થઈ છે. ટાટાસ્કાયનું કહેવું છે કે આ ચેનલો બંધ કરવાનું મુખ્ય કારણ ભાવ વધારો છે.
ટાટાસ્કાય દ્વારા પોપ્યુલર ટીવી ચેનલ સોની એન્ટરટેમેન્ટ ટેલીવીઝનની સબ, મેકસ, એકસન, સોની પીકસ, આજતક અને ઈન્ડિયા ટુડે ટીવી બધી ચેનલો ૧ ઓકટોબરથી બંધ કરી દીધી છે.
મહત્વનું છે કે ટાટા સ્કાયના આ પગલાને લઈ સોશ્યલ મિડીયામાં ખૂબજ ટીકા થઈ રહી છે. અને ટાટા સ્કાયના આ નિર્ણયને અયોગ્ય પણ ઠેરવવામાં આવી રહ્યો છે. ટાટા સ્કાયના સબસ્ક્રાઈબર્સ ત્રણ વર્ષ પહેલા ૧૦ મિલિયન હતા જે હવે વધીને ૧૬ મિલિયન થયા છે. ડીટીએચ સર્વીસમાં પ્રોવાઈડરમાં ટાટા સ્કાયએ ભાવ વધારાને પગલે ૩૨ ચેનલો બંધ કરીદીધી છે.
ટાટાસ્કાયના એમડી હરીત નાગપલ આ અંગે કહે છેકે એસપીએન સાથે થયેલી કમર્શિયલ વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીટીએચ ઓપરેટરને ભાવ વધારો કરવા ફોર્સ કરવામાં આવ્યો છે. માટે જ અમારે કેટલી પ્રોપ્યુલર ચેનલ બંધ કરવી પડી છે. અમે અમારા ઉપભોકતાને ભલામણ કરીએ છીએ. કે તે અમારી સાથે રહે.
ટાટાસ્કાય ૧૦ જેટલી એસપીએન ચેનલ સેટ, સેટએમડી, સોનીસબ, મેકસ, સોની સિકસ, ટેન ૧, ટેન ૧ એમડી, સોની ટેન ૨ એચડી, સોની ટેન ૩ અને પીકસ એચડી તેમજ ઈન્ડિયા ટુડે નેટવર્કની આજતકને બંધ કરી દેવામાં આવી છે. જોકે આ ચેનલ એક મિસકોલ આપી સબસ્કાઈબ કરી શકાશે.
ઉલ્લેખનીય છેકે ટુંક સમયમાં રિલાયન્સ ચેનલ ક્ષેત્રમાં પણ ઝંપલાવી રહ્યું છે. ત્યારે ડીશ ટીવીનો કવરેજનો પ્રોબલેજ અને હવે ટાટા સ્કાય ૩૨ ચેનલો બંધ કરી દેતુ હોવાથી આવનાર સમયમાં રિલાયન્સ્નો માર્ગ મોકલો થઈ રહ્યો છે.