પરગ્રહવાસીઓની શોધ માટે ટેલીસ્કોપ ગોઠવાયા
પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર સૌથી મોટુ રેડીયો ટેલીસ્કોપ મીરકેટ શોધખોળ કરશે
એલીયનના અસ્તિત્વ પર ઘણી વખત પ્રશ્નો ઉઠયા છે જેમ બ્રહ્માંડની ઉત્પતિનું રહસ્ય જાણવું વૈજ્ઞાનિકો માટે એક રોચક વાત છે તેમજ આ એલીયન્સ વિશેની શોધ માટે પણ વૈજ્ઞાનિકો આતુર છે. શું ખરેખર એલીયન છે ? આ પ્રશ્નનો સચોટ જવાબ મેળવવા માટે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ પર રેડીયો ટેલીસ્કોપ ગોઠવી દીધા છે.
આ માટે ખાસ મીરકેટ ટેલીસ્કોપ મુકાયા છે. પરગ્રહવાસીઓની શોધ માટે વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ લોન્ચ થયો છે અને આ મીરકેટ ટેલીસ્કોપ પણ આ પ્રોગ્રામનો જ એક ભાગ છે કે જે સૌથી મોટુ રેડીયો ટેલીસ્કોપ છે. બ્રેક પ્રુ લીસનના જણાવ્યા મુજબ આ પ્રોગ્રામ ૭૩૩ કરોડને ૬૫ લાખના ખર્ચે તૈયાર કરાયો છે કે જે બ્રહ્માંડમાં ઈન્ટેલીજન્ટ લાઈફ (એલીયન)ના તરંગો પહોંચાડે છે.
મીરકેટ ટેલીસ્કોપ સાઉથ આફ્રિકન રેડીયો એસ્ટ્રોનોમી ઓબઝર્વેટરી-સારાઓની સાથે ભાગીદારી કરી તૈયાર કરાયા છે. આ મીરકેટ ટેલીસ્કોપ રેડીયો તરંગોને દર સેંકડે ૪૦૦૦ ગીગાબાઈટની ઝડપે પકડી શકવામાં સક્ષમ છે જે ઈન્ટરનેટ કનેકશન કરતા ૪૦,૦૦૦ ગણુ વધારે છે. બ્રહ્માંડના અન્ય ગ્રહો પર એલીયનનું અસ્તિત્વ છે કેમ ? તે જાણવામાં આ ટેલીસ્કોપ મોટી મદદ કરશે.
સૌર મંડળની નજીક નવો નાનો ગ્રહ દેખાયો
સૌરમંડળની નજીક વધુ એક નવો નાનો ડ્રાફટ ગ્રહ દેખાયો છે. તેમ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમીકલ યુનિયસ માયનોર પ્લાનેટ સેન્ટરે ગઈકાલે જાહેરાત કરી હતી. આ ડ્રાફટ પ્લાનેટ જાણે બરફનો એક નાનો દડો હોય તેમ આકાર ધરાવે છે. ગત ૧૩ ઓકટોબરને ૨૦૧૫ના રોજ પ્રથમ વખત હવાલીના મૌના કી ઓબસર્વેટરીના ખગોળશાસ્ત્રીઓએ આ ડ્રાફટ પ્લાનેટને શોધી કાઢયો હતો.
તાજેતરમાં શોધાયેલા આ ગ્રહનું નામ ગોબ્લીન નકકી કરાયું છે જે ૩૦૦ કિલોમીટરનો વ્યાસ ધરાવે છે અને પ્લુટો કરતા છ ગણો નાનો હોવાનો અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, જે ગ્રહો ખુબ જ નાના હોય અને બીજા ગ્રહોની જેમ કે સુર્યની પરીક્રમા કરે પરંતુ આકારમાં ઉપગ્રહો કરતા પણ નાના હોય તેને ડ્રાફટ પ્લાનેટ એટલે કે બૌનગ્રહ કહેવામાં આવે છે.