વાઘ દીઠ રૂ.૧૫ લાખ જયારે સાવજ માટે માત્ર ૧ લાખ રૂપિયાના ભંડોળની જ ફાળવણી !

સિંહો માટે જાન લેવા વાઈરસ સામે લડવા તત્કાલ રસીકરણની તૈયારી

ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાયીક સિંહોના ટપોટપ મોત પાછળ સરકાર દ્વારા ફાળવાતા ભંડોળનો અભાવ અને સાવચેતીની ઉપેક્ષા કારણભૂત હોવાનું ફલિત થઈ રહ્યું છે.

ટૂંકા ગાળામાં ૨૩ સાવજોના મૃત્યુ થતા જ તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સિંહોના મોત પાછળ પેસ્ટ ડેસ પેટીપ્સ રૂમિનેન્ટસ વાઈરસ (પીપીઆરવી) કારણભૂત હોવાનું કહેવાય છે. વર્ષ ૨૦૦૭થી સિંહોના શરીરમાં આ પ્રકારનાં વાયરસ હોવાના કેસ બહાર આવ્યા હતા. ૨૦૧૧માં સીએડીઆરએડી અને આઈવીઆરઆઈ નામની બે સંસ્થાઓએ પીપીઆરવીના જોખમની ચેતવણી આપી હતી જોકે તેની ઉપેક્ષા કરવામાં આવી હતી.

૨૦૦૭માં સિંહોના મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકારે સિંહોના સંવર્ધનનો પ્રોજેકટ ઝડપથી અમલમાં મૂકયો હતો. શેત્રુંજી નદી સુધી સિંહો માટે જગ્યા આરક્ષીત રાખવામાં આવી હતી. ક્ષેત્રમાં સિંહોની ગતિવિધિ ઉપર નજર રાખવા વન મિત્રોની મોટાપ્રમાણમાં નિમણુંક થઈ હતી.

વર્તમાન સ્થિતિમાં કુતરામા જોવા મળતો સીડીવી પ્રકારનો વાઈરસ તથા તાન્ઝાનિયામાં ૧૦૦૦ સિંહોનો ભોગ લેનાર બાબેસીયોસીસ વાયરસના જાનલેવા મિક્ષણથી બનેલા વાઈરસનો ખતરો ગિરના સિંહો ઉપર તોળાઈ રહ્યો છે. આ વાઈરસ સામે મેડિકલ સારવાર તુરંત જરૂરી બને છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘના સંવર્ધન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા ભંડોળ જેટલુ ભંડોળ સિંહો માટે ફાળવવામાં આવતું નથી. કેન્દ્ર સરકારે વાઘ દીઠ રૂ.૧૫.૫ લાખ રૂપીયા દર વર્ષે ફાળવ્યા છે. જયારે સિંહ માટે માત્ર ‚પીયા એક લાખ ફાળવ્યા હોવાનું જાણવા મળે છે.

એશિયાટીક સિંહોના સંવર્ધન માટે લાંબા ગાળાના પ્લાનના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસે રૂ. ૪૮ કરોડના ભંડોળની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે માત્ર રૂ. ૬.૨૩ કરોડ જ ફાળવ્યા હતા.

વાસી મારણના કારણે સિંહોનો મૃત્યુઆંક વઘ્યો:  પ્રવિણ રામ

IMG 20181003 WA0002જન અધિકાર મંચના અઘ્યક્ષ પ્રવિણભાઇ રામ ગુજરાતનાં સિંહોની વાત કરીએ તો તે માત્ર ગુજરાતનો નહિ પરંતુ સમગ્ર એશિયાનું ગૌરવ છે. ત્યારે દિવસેને દિવસે જે સિંહોનો મૃત્ય આંક વઘી રહીયો છે. એ સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત માટે ગંભીર બાબત છે. સિંહ આપણું એટલે કે ગુજરાતનું મુખ્ય ધરેણું છે. તો તેની પાછળ જે ખર્ચો કરવામાં આવે છે તેમાં પણ કયાંક ને કયાંક અસમાનતા જોવા મળે છે.

સિંહોને સચવવા આપણી અને સરકારની મુખ્ય જવાબદારી છે. વન તંત્રએ તાત્કાલીક ધોરણે આના કારણો કાઢવા જોઇએ અને કાર્યવાહી કરવી જોઇએ જે તે સમયે નેસડાઓ હતા ૫૨૭ જેટલા તે સમયે સિંહોની સાર સંભાળ સ્થાનીક લોકો જ કરતા અને તેને તાજુ મારણ પણ મળી રહેતું હતું. પરંતુ અત્યારે સ્થિત વિપરીત છે. નેસડાઓ હટી રહ્યા છે જેના કારણે સિંહોનો જે લોકો સાથેનો સંપર્ક હતો તે તૂટી રહ્યો છે. અને તાજા મારણના બદલે વાસી મારણ મળવા માંડયુ છે. જેના કારણે સિંહોનો મૃત્ય આંક ર૩એ પહોચ્યો છે. જે ખુબ જ દુ:ખની વાત છે સરકારે અને વન તંત્રએ આની ગંભીરતા સ્વીકારી હંકારાત્મક અભિગમ દાખવવું જ પડશે.

વધુમાં જન અધિકાર મંચના પ્રવિણભાઇ રામએ જણાવ્યું હતું કે વાસી મારણ ખાવવાથી સિંહો તડફડીને મૃત્યુને ભેટે છે. સિંહ જયારે સ્વચ્છ હોઇ ત્યારે તેની ચાલ ખુબ જ અલગ હોઇ છે પરંતુ હાલના સિંહોની વાત કરીએ તો તે મંદ થઇ ગયો હોઇ તેવું લાગી રહ્યું છે. કોઇક વાર તે જમીન પર ઠળીને પણ સુતો જોવા મળે છે. જે સિંહની તાસીર સહેજ પણ નથી.

સિંહની પહેલા જે રીતે સ્થાનીકો સાર-સંભાળ લેતા ત્યારે લોકોને પણ ખબર પડતી કે સિંહને શું તકલીફ છે. અને તેનું નિરાકરણ થઇ જતું, પરંતુ હાલ સિંહોની હોસ્પિટલ હોવા છતાં પણ સિંહોના મૃત્ય આંક જે રીતે વધી રહ્યો છે. તેનું કારણ સમજાતું નથી. કયાંક લોકોને એટલે

સ્થાનીકોને સિંહોથી દુર કર્યો હોઇ તે પણ કારણ હોઇ શકે, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વન વિભાગ મૃતસિંહોનો નિકાલ કઇ રીતે કરે છે તેની કોઇ માહીતી પ્રકાશિત નથી કરાતી, સિંહની અંતિમ વિધી કેમ કરે છે. તે પણ સ્થાનીકોને ખબર નથી રહેતી. અંતમાં તેઓએ કહ્યું કે, જો એશીયાટીક સિંહોની પ્રજાતી લુપ્ત થઇ જશે તો તેની જવાબદારી કોની ? એટલે સરકાર અને વન તંત્રએ આ બાબતને ગંભીરતા પૂર્વક વિચારવાની જરુર છે અને યોગ્ય પગલા લેવાની જરુર છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.