અંબીકા ટાઉનશીપમાં પારીવારીક માહોલમાં ૧૦,૦૦૦ ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં ધુમ મચાવશે
રાજકોટમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવ-૨૦૧૮ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. દસમાં વર્ષે ૧૦,૦૦૦ ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું જાજરમાન આયોજન થયું છે. રાજકોટ શહેરમાં નાનામૌવા રોડ પર અંબીકા ટાઉનશીપ પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે. કલબ યુવી દ્વારા તા.૧૦/૧૦/૨૦૧૮ થી ૧૮/૧૦/૨૦૧૮ દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમગ્ર પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે.
કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે માહિતી આપતા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તથા મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબ યુવી દ્વારા સતત દસમાં વર્ષે પાટીદાર પરીવાર માટે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
કલબ યુવીના નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓ કલબ યુવીની ૧૦૮ની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે કલબ યુવીના ૧૦૮ સભ્યોની ટીમ ઉત્સાહપૂર્વક કામે લાગી છે. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદુ, વાઈસ ચેરમેન સ્મિત કનેરીયા તથા ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી, શૈલેષભાઈ માંકડીયા, જીવનભાઈ પટેલ, જવાહરભાઈ મોરી, એમ.એમ.પટેલ, મનસુખભાઈ ટીલવા તથા પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ઘેટીયા કાર્યરત છે.
નવરાત્રી મહોત્સવમાં ૧૦,૦૦૦ ખેલૈયાઓ રમી શકે અને ૩૦,૦૦૦ દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયું છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમથળ મેદાન મહેમાનો-આમંત્રીતો માટે ખાસ ડોમ, સ્પોન્સરશીપ કંપની માટે અલગ પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં દરેક બાજુ ૫૦ એલઈડીથી ગ્રાઉન્ડમાં સજાવટ થશે તથા સમગ્ર ઈવેન્ટનું લાઈડ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડકટને ઉજાગર કરાશે. સમગ્ર નવરાત્રી મહોત્સવનું સોશીયલ મીડિયા તથા કેબલ દ્વારા લાઈવ પ્રસારણ કરાશે. તદ ઉપરાંત ખાસ લાઈટીંગ સ્ટેજ આકર્ષણ જમાવશે.
સિંગર તરીકે દેવભટ્ટ, મયુર બુઘ્ધદેવ, રાજવી શ્રીમાળી, નેહાબેન, મીનાક્ષી વાધર, રીધમીસ્ટ તરીકે નાસીર, ઓકટોપેડ પર ફિરોઝ શેખ, મ્યુઝીક એરેજમેન્ટમાં અંકુર ભટ્ટ, શ્રેયા કોટેચા, જનકભાઈ શુકલ સહિતના ૨૫ કલાકારોનો કાફલો કલબ યુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સર્જી સૌને એક તાલે ડોલાવશે.
નવરાત્રી મહોત્સવ-૨૦૧૮ને સફળ બનાવવા માટે કલબ યુવી ૧૦૮ની ટીમ સુરેશભાઈ ઓગણજા, સંદિપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, રેનીશ માકડીયા, બીપીન બેરા, પીયુષ રોકડ, આશીષભાઈ વાછાણી, મીલાપ ઘેટીયા, વિનુભાઈ મણવર, અરવિંદભાઈ જીવાણી, રજનીભાઈ વિરોજા, કિશનભાઈ સીણોજીયા, અતુલભાઈ ભુત, રજનીભાઈ ગોલ, મનીષભાઈ વાછાણી, શૈલેષભાઈ ફળદુ, પ્રફુલભાઈ કાથરોટીયા, જયેશભાઈ વાછાણી, સાગર ઓગણજા, સાહીલ માકડીયા, હરીભાઈ કલોલા, દિનેશભાઈ વિરમગામા, મનીષ ચનીયારા, કલ્પેશ અઘેરા, વી.વી.માકડીયા, ભરતભાઈ ભલાણી, કેતન વડાલીયા, મીતુલ કોઠડીયા, વિજયભાઈ કાલાવડીયા, દિનેશ ચાપાણી, કલ્પેશ ઉકાણી, ખુશાલ ઝાલાવડીયા, વસંત કનેરીયા, રાજુ ધુલેશીયા, પરેશ ઉકાણી,
રમેશભાઈ ફળદુ, અશ્વીનભાઈ આદ્રોજા, યોગેશભાઈ કાલરીયા, ચંદુભાઈ ગોવાણી, હાર્દિક સુરેજા, વિજયભાઈ ચિકાણી, નવીનભાઈ કોરડીયા, પ્રહલાદ પટેલ, હાર્દિક દલસાણીયા, ગીરીશભાઈ વાછાણી, ચંદ્રેશભાઈ શિરા, પ્રદિપ સુરેજા, ચિંતન સામાણી, કિરણભાઈ વાછાણી, યોગેશભાઈ ભુવા, હિટલર રોકડ, વ્રિજેશ રોકડ, ઉમેશભાઈ માકડીયા, રોહિત ફળદુ, પુજન ઘોડાસરા, મનીષ શાપરીયા, સુભાષ કાલાવડીયા, અશોકભાઈ કણસાગરા, પાર્થ ઉકાણી, પંકજ વેગડા, સમીરભાઈ ગામી, જયેન્દ્રભાઈ કંટેશરીયા, કિરણભાઈ ચનીયારા, પ્રિતુલ ઉકાણી, સુભાષ નવાપરીયા, પ્રફુલભાઈ ખાનપરા, ભાગસ્વ મેતલીયા, વાસુ બેરા, પરાગ છત્રાલા, રાનુભાઈ ગાંભવા, દર્શન મોરી, હેરીન દેસાઈ, હિતેન્દ્રભાઈ ઘેટીયા, જયસુખભાઈ કાથરોટીયા, ભરત દેત્રોજા, વિમલ લાલાણી, રાજુભાઈ ત્રાંબડીયા, શ્યામ ગોવાણી,
રાજુ મારડીયા, વિપુલ લાડાણી, હસમુખભાઈ નાર, ભાવીન ડલવાડીયા, દિપક કાલરીયા, રાજુભાઈ જીવાણી, રાકેશ દેસાઈ, પીયુષ સીતાપરા, ભુપતભાઈ જીવાણી, કેવલ ખીરસરીયા, પ્રદિપ ગોવાણી, પાર્થ મોટેરીયા, રાકેશ ફળદુ, જય કડીવાર, અશ્ર્વિન ખાંટ, સંદીપ કાલરીયા, રજની ધમસાણીયા, કિરીટભાઈ સાવલીયા, પાર્થ મકાતી, રાજુ હાંસલીયા, નીમીત હીગરાજીયા, હિમાંશુ ઉજીયા, જય ઓગણજા, દર્પણ કાલરીયા, નીલ ગોવાણી, મનસુખભાઈ પોકર, હિતેષ સાપોવડીયા, ચેતન ભુત, ધવલ ખાનપરા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
ખેલૈયાના પાસ તેમજ ફોર્મનું વિતરણ કલબ યુવીની ઓફિસ નક્ષત્ર હાઈટસ નક્ષત્ર-૩, કલબ યુવી ઓફિસ સામે, રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ તથા પુષ્કરભાઈ પટેલ હરીભાઈ પટેલનું કાર્યાલય પંચવટી મેઈન રોડ, શિતલ ટ્રાવેલ્સ પંચાયતનગર, રૂપ બ્યુટી શોપ સ્વામીનારાયણ ચોક, ગાયત્રી સ્ટેશનરી સત્ય સાંઈ રોડ, ક્રિષ્ના ઝેરોક્ષ સરદાર નગર મેઈન રોડ, રાધે પ્રોવિઝન સ્ટોર ગાંધી સ્કુલ, નાનામૌવા રોડ, વિશ્વાસ આર.ઓ. તીપતી એપાર્ટમેન્ટ અંબીકા ટાઉનશીપ, ઉમિયાજી પાન યોગેશ્વર પાર્ક, પાર્થ એન્ટરપ્રાઈઝ, ક્રિસ્ટોન સ્પીડવેલ ચોક તથા પટેલ પાન કલ્પવૃક્ષ કોમ્પ્લેક્ષ સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી પર મેળવી શકાશે તેમ કલબ યુવીના મીડીયા કો-ઓર્ડીનેટર રજનીભાઈ પટેલે જણાવ્યું છે.