શહેર ભાજપ પ્રમુન કમલેશ મીરાણીની આગેવાની હેઠળ તેમજ શહેરના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, કુંવરજીભાઇ બાવળીયા, ભીખાભાઇ વસોયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ ડો. જૈમન ઉપાઘ્યાય, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્વીન મોલીયામાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નીમીતે શહેર ભાપજ દ્વારા શહેરના ત્રિકોણબાગ પાસે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે સામુહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયો હતો.ખાદી ભવન ખાતે કાર્યકર્તાઓના વિશાળ સમુહ દ્વારા મોટા પ્રમાણમાં સામુહિક ખાદી ખરીદી કરાઇ. જેમાં ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે હસ્તકળા દ્વારા બનાવાયેલ વિવિધ સ્વદેશી ચીજ વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી કરાઇ. જેના થકી દેશના લધુ ઉઘોગોને બળ પુરુ પડાશે.આ તકે કમલેશ મીરાણીએ જણાવેલ કે ખાદી ખરીદીના આવા કાર્યક્રમો થકી સ્વદેશી અને લધુ ઉઘોગને પ્રોત્સાહન મળે તે દેશના વિકાસ માટે જરૂરી છે. જેવી રીતે સ્વરાજ જન્મસિઘ્ધ અધિકાર છે તેવી જ રીતે ખાદી પણ આપણો જન્મસિઘ્ધ અધિકાર છે અને તેનો ઉપયોગ કરવો તે આપણી જીવનપર્યન્તની ફરજ રહેશે. અને ખાદીના ઉપયોગ થકી જ સ્વરાજને પ્રતિપોષણ મળશે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો