વેતન રૂ.૧૦ હજાર, ટીએડીએ રૂ.૪૦૦ કરી આપવાની માંગ.
અમરેલી જીલ્લાનાં આશા ફેસીલીટરોએ વિવિધ પ્રશ્ર્ને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતુ અને વેતન તેમજ ટીએડીએમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.
આવેદનમાં જણાવ્યું કે ગુજરાતના તમામ જિલ્લા અને તમામ તાલુકાઓમાં આરોગ્ય વિભાગમાં નોકરી કરતા આશા વર્કર બહેનોની ઉપરના પદ પર આશા ફેસીલીએટર બહેનો નોકરી કરે છે છતા તેઓને પગાર આપવામાં આવતો જ નથી માત્ર એક દિવસ દરમ્યાનના એક જ ગામે આવવા જવાના પ્રવાસ ભથ્થા તરીકે માત્ર ટીએડીએ રૂ.૨૦૦ આપવામાં આવે છે અને તે પણ મહિનાના ૩૦ દિવસ કામ કરવાનું અને ૨૦ દિવસનું જ ટીએડીએ આપે છે. અને માસીક કોઈપણ પ્રકારનું વેતન દેવામાં આવતું જ નથી
ત્યારે આશા ફેસીલીએટરને માસીક પગાર ઓછામં ઓછા રૂ.૧૦,૦૦૦ કરવામાં આવે ટીએડીએ રૂ.૨૦૦ આપવામાં આવે છે તે વધારીને રુ.૪૦૦ કરવામાં આવે તેવી માંગ છે.