પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, મેયર ડો.જૈમન ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠકનો શુભારંભ ઉપસ્થિત ભાજપ અગ્રણીઓના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વોર્ડ નં.૧૦ના ભાજપના પ્રભારી ડો.માધવ દવેએ નચરૈવેતિ ચરૈવેતિથ સાંધીક ગીત કરાવ્યું હતું.
આ કારોબારી બેઠકમાં સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા કોંગ્રેસને એવી તો જડ-મૂળથી ઉખાડી ફેંકશે કે કોંગ્રેસનું નામોનિશાન મટી જશે. આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રત્યેક કાર્યકર્તા ભાજપને ૧૫૦થી વધુ બેઠકો જીતાડવામાં કટીબઘ્ધતાપૂર્વક સહયોગી બનશે. આ ઉપરાંત તેઓએ આગામી દિવસોમાં યોજાનારા શહેર ભાજપના વિવિધ કાર્યક્રમો અંગે ઉપસ્થિત કાર્યકર્તાઓને દિશાસૂચન પુરુ પાડયું હતું.
ત્યારબાદ પરિવારક્ષેત્રના મોભીઓના નિધન અંગેનો શોક ઠરાવ રજુ કરાયો હતો. જેમાં દિવંગત શ્યામભાઈ કીન્ગર, નૌતમભાઈ રાઘવાણી અને ચંદ્રકાન્તભાઈ ‚પાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડે રાજકીય તેમજ અભિનંદન પ્રસ્તાવ રજુ કરતા જણાવ્યું હતું કે નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.બીલને મંજુર કરાવવામાં સફળતા મળવાથી દેશના અર્થતંત્રને નવું બળ મળ્યું છે. ઓ.બી.સી.આયોગ થકી કેન્દ્ર સરકાર દ્વારા પછાત વર્ગોના આયોગને સંવૈધાનિક દર્જ્જો આપવા જઈ રહી છે. જેથી તેમના કલ્યાણ, સંરક્ષણ, સર્વાંગી વિકાસ તેમજ અન્ય કાર્યોમાં તે ઉપયોગી નિવડશે. પરંતુ ગરીબો-પછાત વર્ગોને વધુ લાભ મળે તેનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે.
કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ બન્યા બાદ તેમના માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન યોજાયેલ અનેકવિધ કાર્યક્રમોની ઝાંખી અપાવતુ પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે અભિનંદન ઠરાવ પ્રસ્તુત કર્યો હતો. ત્યારબાદ રાજય સરકારના નિર્ણયોને દર્શાવતી તેમજ સેવાસેતુ થકી પ્રજાજનોને અપાયેલ લાભ અંગેની સીડીનું નિદર્શન કરાયું હતું. ત્યારબાદ શહેર ભાજપ આઈટી વિભાગના ઈન્ચાર્જ નિશીથ ત્રિવેદી દ્વારા નનરેન્દ્ર મોદીથ એપ અને નભીમથ એપ અંગેનું માર્ગદર્શન અપાયું હતું.
આ કારોબારી બેઠકમાં પ્રેરણાદાયી માર્ગદર્શન પુરુ પાડતા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે ભાજપનું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતીને સરકાર બનાવવા પૂરતુ મર્યાદિત નથી પરંતુ ભારતને વિશ્ર્વગુરુના સ્થાન પર આ‚ઢ કરવાનું લક્ષ્ય છે. આ વર્ષ પંડિત દીનદયાળજીનું જન્મશતાબ્દી વર્ષ છે તેથી તેમની અંત્યોદયની ભાવનાને ખરાઅર્થમાં ચરિતાર્થ કરીએ અને સમાજના છેવાડાના માનવીને સહાય‚પ બની તેના ઉત્થાનમાં પાયાની ભૂમિકા ભજવીએ. તેઓએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ શહેર ભાજપના હોદેદારોને સુંદર કારોબારી બદલ અને ઉપસ્થિત કાર્યકર્તાઓને તેઓએ રાષ્ટ્ર અને સમાજ નિર્માણ માટેના કરેલા આજીવન સંકલ્પ બદલ અભિનંદન પાઠવ્યા હતા.