અફીણ ઘણી દવા બનાવવામાં ઉપયોગી સામે અફીણની પ્રોસેસના કારણે બનેલા નશીલા દ્રવ્ય યુવાધનને બરબાદીમાં ધકેલવાની આડઅસર: નેચરલ અફિણ નુકસાન નથી કરતુ પણ તેમાથી બનેલા માદક દ્રવ્ય વધુ જોખમી
રાજાશાહી યુગમાં અફિણની ખેતી કરવામાં આવતી અને તેનો નશો સારા અને માઠા પ્રસંગોમાં મહેમાનગતી કરવામાં આવતો હતો. નેચરલ અફિણમાં કેમિકલ્સ પ્રોસેસથી બ્રાઉન સ્યુગર જેવા નશીલા પદાર્થ બનાવાના જોખમી નુસ્ખા કરી યુવાનોને નશાના આદી બનાવી બરબાદી નોતરવામાં આવતી હોવા તાર્કીક દલિલના કારણે જ અફિણની ખેતી પર પ્રતિબંધ લાદવામાં આવ્યાનું જાણકારો કહી રહ્યા છે.
દેશના મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જમીન અફિણની ખેતી માટે વધુ સારી ગણવામાં આવે છે.
બંને રાજયમાં છાને ખૂણે અફિણની મોટા પ્રમાણમાં ખેતી થતી હોવાથી દેશના અન્ય રાજય કરતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અફિણના નશાનું ચલણ વધુ જોવા મળે છે.
અફિણમાંથી ઘણી દવા બનાવવામાં આવે છે ડીપ્રેશન અને માનસિક બીમારીના દર્દીઓ માટે અફિણમાંથી બનેલી દવા અતિ આવશ્યક છે. ભેજાબાજોએ શુધ્ધ અફિણમાં પ્રોસેસ કરી બ્રાઉન સ્યુગર જેવા ખતરનાક અને જોખમી નશો શોધી કાઢી યુવાનોને બરબાદી નોતરી છે.
નેચરલ તમાકુનું પાન ખાવાથી આરોગ્ય માટે જેટલુ જોખમી નથી એટલુ તેમા પ્રોસેસ કરી બનાવવામાં આવેલા તમાકુ કેન્સરના રોગનું મુખ્ય કારણ બન્યું છે તેમ અફિણમાંથી તૈયાર કરવામાં આવેલા નશીલા પદાર્થો વધુ જોખમી અને ખતરનાક હોવાના કારણે જ અફિણની ખેતી કાયદેસર ન હોવી જોઇએ તેવી માનવામાં આવી રહ્યું છે. અને એટલે જ સરકાર દ્વારા અફિણની ખેતીને નાકોર્ટીક એકટ હેઠળ ગુનો ગણવામાં આવે છે.
ગુજરાતમાં પણ કેટલાક સમાજમાં અફિણનો કસુંબો એક આગવી ઓળખ અને પરંપરા રહી છે પણ અફિણ મળવું મુશ્કેલ બન્યું છે અને કિંમત પણ વધુ હોવાથી અફિણના ડોડવાના પલાડી અફિણ જેવો કસુંબો તૈયાર કરી પરંપરા જાળવે છે.
પંજાબના નાયબ મુખ્ય મંત્રી અને જાણીતા ક્રિકેટર નવજોત સંધુએ પોતાના કાકા અફિણના બંધાણી હોવાનું અને નિયમીત અફિણનો નશો કરતા હોવા છતાં તેઓ નિરોગી રીતે લાંબુ આયુષ્ય ભોગવ્યું હોવાનું કહી અફિણની ખેતીની તરફદારી કરી છે. તે આશ્ર્ચર્યજનક બાબત છે .