તાજેતરમાં હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રી પર આવતી અસાંસ્કૃતિક ફિલ્મ પર સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવે તેવી વિશ્ર્વ હિન્દુ પરીષદ-બજરંગ દળની માંગણી છે.
હિન્દુ ધર્મના ધાર્મિક તહેવારો નિમિતે ધર્મની લાગણી દુભાય તે રીતે આ ફિલ્મનું નામ અને આપતીજનક સંવાદો દર્શાવવામાં આવ્યા છે. ધાર્મિક તહેવારની સાંસ્કૃતિ ઉપર સીધો પ્રહાર છે. શકિત અને ભકિતની ઉપાસનાને વિકૃત રીતે દર્શાવવામાં આવી છે.
આવી ફિલ્મ સમાજના ધાર્મિક તહેવારોને અલગ રીતે રજુ કરી અને ફિલ્મના નિર્માતાઓ કયા પ્રમાણેનો સંદેશ સમાજને દેવા માગે છે તે સમજાતું નથી. આ ફિલ્મ નવરાત્રીના પવિત્ર દિવસોમાં રીલીઝ કરી અને ધાર્મિક તહેવારની પરંપરાને તોડી સમાજમાં વિઘટન ઉભુ થાય તે પ્રકારની માનસિકતા ફિલ્મ નિર્માતામાં લાગે છે તેથી કેશોદ શહેરમાં આ ફિલ્મ પર પૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે અને ફિલ્મ નિર્માત ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે કેશોદ વિશ્ર્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.