ઓખા કેન્દ્રીય વિઘાલય સ્કુલના પ્રીન્સીપાલ અનીલકુમાર જૈન કેુ જેઓ છેલ્લા ૧૬ વર્ષથી કેન્દ્રીય વિઘાલય સગઠનમાં સેવા બજાવી રહ્યા છે. ઓખા કે.વી. સ્કુલમાં ધો. ૧ થી ૧ર માં કુલ ૩૯૨ વિઘાર્થીઓ સી.બી.એસ.સી. નો અભ્યાસ કરી રહ્યા છે. અહી શિક્ષણ સાથે બાળકોમાં ટેલેન્ટ વિકાસ માટે વિવિધ કાર્યક્રમો તથા પ્રવૃતિઓ ચાલે છે
આજરોજ આ સ્કુલમાં લેગ્વેજ લેબનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સહાયક આયુકત કેન્દ્ર વિઘાલય સંગઠન અમદાવાદના ઉપાઘ્યક્ષ આર.એમ. ભાભોરેના વરદ હસ્તે રીબીન કાપી દિપ પ્રાગટય કરી ભાષા પ્રયોગ શાળા લેબનો શુભ પ્રારંભ કર્યો હતો. અહી એક સાથે ૩૦ કોમ્પ્યુટરમાં આ ભાષા અંગેનો અભ્યાસ કરાવવામાં આવશે. જેની વિગતવાર માહીતી શાખાના આચાર્ય અનીલ કુમાર જૈનસરે આપી હતી.
આ લેબનો લાભ ઓખાની તમામ સકુલના બાળકોને પણ મળશે. અહી પધારેલ ઉપાઘ્યક્ષે ઓખા કે.વી. સ્કુલની શિક્ષણ નીરીક્ષણ કરી તમામ વર્ગ ખંડોનું નીરીક્ષણ કર્યુ હતું. અને ધો. ૧૦ અને ૧ર ના વિઘાર્થીઓને રુબરુ મળી શીક્ષણ વિશેની સચોટ માહીતી આપી હતી.