જાગૃતિ અભિયાન પણ હાથ ધરાયું: ૭૪૫ થી વધુ દર્દીઓએ લાભ લીધો.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ર૯ સપ્ટેબર નાં રોજ વિશ્વ હ્રદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતું ર૦રપ સુધીમાં બિન ચેપી રોગો (એન.સી.ડી.) તેમજ હધ્યરોગનાં કારણે થતાં વૈશ્વિક મૃત્યુદર રપ % સુધી ઘટાડવા માટે પ્રસિધ્ધ કરવાનો રહેલો છે. વિશ્વ હ્રદય દિવસ નાં દિને જન સમુદાય માટે હ્રદયરોગ સામેની લડાઈમાં એક થવુ અને વૈશ્વિક રોગનાં બીજને ઘટાડવા માટે સંપૂર્ણ પ્લેટફોર્મ છે.
જેનાં માટે લોકોને તમાકુનો ઉપયોગ, દારૂ નુ સેવન, બિન આરોગ્ય પ્રદ આહાર અને શારિરીક નિષ્ક્રિયતા જેવા જોખમી પરીબળો ને નિયંત્રીત કરવા સાથે ફકત થોડા સરળ પગલાઓ જેમ કે, વધુ આરોગ્ય પ્રદ ખોરાક ખાવાથી , દારૂ કે ધુમ્રપાન નું વ્યસન બંધ કરવાથી, હ્રદયની તંદુરસ્તી અને એકંદર સુખ શાંતિ સુધારો થઈ શકે છે.
તેવા જન જાગૃતિ અભિયાનનાં માધ્યમ ધ્વારા આ વર્ષે બધા લોકો પોતાનાં હ્રદયને સ્વસ્થ અને તંદુરસ્ત જાળવી રાખવા જાગૃત કરાશે., અને અન્ય લોકોને પણ કાળજી રાખવા પ્રોત્સાહીત કરવાની ની થીમ પર ઉજવણી કરવામાં આવેલ.જેનાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ડો.હરીશ એમ.વેસેટીયન, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવીલ સર્જનશ્રીનાં માર્ગદર્શન હેઠળ નેશનલ હેલ્થ મીશન હેઠળનાં ગઙઈઉઈજ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા એન.સી.ડી.સેલ, સુરેન્દ્રનગર આયોજીત અને સી.એચ.સી. એન.સી.ડી. કલીનીક તથા આયુષ ગઙઈઉઈજ કલીનીક ના સંયુકત ઉપક્રમે જિલ્લામાં પી.જી.વી.સી.એલ. કચેરી- સુરેન્દ્રનગર તથા પાટડી, ઢાંકી પંપીગ સ્ટેશન-લખતર, તાલુકા પંચાયત સાયલા-વઢવાણ, છત્ર ભુજ મંદીર ચુડા, સા.આ.કેન્દ્ર /રે.હો. ચોટીલા, મુળી, રાજસીતાપુર, રાણાગઢ અને સરકારી હોસ્પિટલ, ધ્રાંગધ્રા ખાતે તા.ર૯/૯/૧૮ નાં રોજ સમય સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી નિ:શૂલ્ક રોગ નિદાન કેમ્પ અને જન જાગૃતિ અભિયાન સાથે આઈ.ઈ.સી. પ્રવૃતિ કરવામા આવેલ. જયારે સર જે હાઈસ્કુલ લીંબડી ખાતે જન જાગૃતિ કાર્યક્રમ રાખવામા આવેલ.
આ તમામ નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પોમાં કુલ – ૭૪૫ લાભાર્થોઓએ લાભ લીધેલ.જેમાથી તમામ ના જીવનશૈલી આધારીત થતા વિવિધ બિન ચેપી રોગો માટે ડાયાબીટીસ ,પ્રેસર તપાસ, આંખની તપાસ, મોંઢાનાં રોગોની, બી.એમ.આઈ., ઓરલ, બ્રેસ્ટ કેન્સરની પ્રાથમિક અવસ્થા જેવી વિગેરેની તપાસ કરવામાં આવતા શંકાસ્પદ ડાયાબિટીસના-૪૭, હાઈ બ્લ્ડ પ્રેશર ના -૭૪, ઓબેસીટીના (મેદસ્વિતા) – ૪૭, સી.વી.ડી.ના – ૦૩, આંખની ખામી ધરાવતા – ૧૧, ઓરલના -૦૪, કાન ની બહેરાશ ના-૦૫, સી.ઓ.પી.ડી.ના – ૧૦ દર્દીઓ નોંધાયા હતા.
જેમાથી તમામ શંકાસ્પદ લાભાર્થીઓને આગળની તપાસ માટે સંબંધિત કેન્દ્રો ખાતે રીફર કરવામા આવેલ. આ ઉપરાંત કુલ-૨૨૪ જેટલા જરૂરીયાતમંદ લાભાર્થીઓને નિ:શુલ્ક દવાઓ આપવામા આવેલ. જયારે ૩૫૬ જેટલા લાભાર્થોને જીવનશૈલી આધારીત થતા બિન ચેપી રોગો અટકાવવા માટે સ્થળ ઉપર વિવિધ યોગ,આસન અને ક્રિયાઓ કરાવવામા આવેલ.
આ નિદાન કેમ્પોમા નિષ્ણાંત મેડીકલ ઓફીસર, ડેન્ટલ સર્જન, રીસર્ચ એશોસીએટ, યોગા ઈન્સ્ટ્રકટર, કાઉન્સીલર, ફીજીયોથેરાપીસ્ટ, ઓડીયોલોજીસ્ટ, ઈન્સ્ટ્રર, ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ અને મેડીકલ ટીમ ધ્વારા તેમજ સંબંધિત કેન્દ્રોના સ્ટાફગણે સેવાઓ આપી હતી.