નવલા નોરતામાં લેઉવા પટેલ સમાજના ભાઇઓ અને બહેનો પારીવારીક માહોલમાં ગરબે રમી શકે એ માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટનાં ચાર ઝોન ઉ૫રાંત જેતપુર, અમરેલી, જુનાગઢ, જામનગર અને વડોદરામાં આ વર્ષે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા આવ્યું છે. ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોન દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ, નાનામવા સર્કલ પાસે, પેટ્રોલ પંપની બાજુમાં ભવ્ય આયોજન કરાયું છે.
ખેલૈયાઓએ પાસ મેળવવા ખોડલધામ ટ્રસ્ટ કાર્યાલય (નોર્થ ઝોન) કિંગ હાઇટસ એપાર્ટમેન્ટ ની બાજુમાં નર્મદા પાર્ક સામે અમીન માર્ગ રાજકોટ ખાતે મો. ૯૦૩૩૪ ૧૬૦૫૩ ઉપર સંપર્ક કરવો તેમજ ખોડલધામ ઇસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવ સદગુરુ આશ્રમનો વંડો કુવાડવા રોડ ખાતે બહેનો માટે યોજાશે. ઇસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા માટે ખોડીયાર જવેલર્સ પેડક રોડ, પાણીના ઘોડા સામે મો. ૭૦૬૯૯ ૯૯૯૨૯ પર સંપર્ક કરવો તેમજ ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા મવડી બાયપાસ રોડ, સાંકરીયા બાલાજી ચોક, હરીદર્શન સ્કુલની બાજુમાં સંસ્કાર સીટી સામે મવડી રાજકોટ ખાતે રાસ મહોત્સવના પાસ મેળવવા માટે ખોડલધામ ટ્રસ્ટ શીવાલય કોમ્પલેકસ રાજબેંકની બાજુમાં જીથરીયા હનુમાનની સામે, મવડી ચોકડી, રાજકોટ ખાતે (મો. ૯૮૭૯૭ ૯૯૩૩૩) સંપર્ક કરવો ખોડલ કામ નવરાત્રી મહોત્સવ સાઉથ ઝોન દ્વારા જી.ટી. શેઠ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ૮૦ ફુટ મેઇન રોડ રાજકોટ ખાતે સર્વ જ્ઞાતિની બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પાસ મેળવવા માટે સંગમ પાનની બાજુમાં નવરંગ ડેરીની સામે મેહુલનગર મેઇન રોડ રાજકોટ ખાતે તથા મો. ૯૮૨૪૨ ૪૧૭૮૭ પર સંપર્ક કરવો.
જેતપુર ખોડલધામ સમીતી અને વિઘાર્થી સમીતી તેમજ મહીલા સમીતી દ્વારા ડોલીવાળું ગ્રાઉન્ડ જનતા નગર ચોકડી અમરનગર રોડ જેતપુર ખાતે ચાર દિવસી રાસોત્સવ યોજાશે. જેમાં તા. ૧૧ થી ૧૪ ઓકટોબરના રોજ રાત્રે ૯ થી ૧ર ખેલૈયાઓ મન મુકીને રમી શકશે. પાસ મેળવવા માટે મો. ૯૯૧૩૧ ૦૬૩૬૧ પર સંપક કરવો.
અમરેલીમાં ખોડલધામ સમીતી દ્વારા નીલકંઠ જીનીંગ કેશરીયા રોડ બાયપાસ ચોકડી અમરેલી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ જીલ્લા ખોડલધામ સમીતી દ્વારા પાટી પ્લોટ, ઝાંઝરડા ચોકડી બાયપાસ જુનાગઢ ખાતે ઝાઝરમાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાસ મેળવવા માટે ૯૪૨૬૨ ૩૦૮૨૦ ઉપર સંપક કરવો.
જામનગર ખોડલધામ સમીતી દ્વારા સેટેલાઇટ લેઉવા પટેલ પાર્ટી પ્લોટ, રણજીતનગર રોડ જામનગર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પાસ મેળવવા માટે ખોડલધામ કાર્યાલય કંકુ કોમ્પલેકસ ત્રીજો માળ જનતા ફાટક સ્ટેશન પાસે જામનગર ખાતે મો. ૯૯૦૯૯ ૪૭૭૩૪ પર સંપક કરવો.
આ વર્ષે પ્રથમ વાર વડોદરા ખોડલધામ સમીતી દ્વારા સોના પાર્ટી પ્લોટ લક્ષ્મુપુરા રોડ ગોરવા ખાતે તા. ૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ શ્ર. ખોડીધામ મહીલા સમીતી રાજકોટ દ્વારા સ્પીરીચ્યુઅલ બ્લાસ્ટ સાથે વેલકમ નવરાત્રી રાસોત્સવ અને બાયબાય નવરાત્રી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તા. ૯-૧૦ મંગળવારે વેલકમ નવરાત્રી તથા તા. ૧૯-૧૦ શુક્રવારે દશેરાના દિવસે બાયબાય નવરાત્રીનું આયોજન રાત્રે ૮ થી ૧ર કલાક સુધી નાના મવા સર્કલ ખાતે કરવામાં આવ્યું છે. વેલકમ નવરાત્રીમાં રમવા આવનાર ખેલૈયાઓને બાયબાય નવરાત્રીના પાસ નિ:શુલ્ક આપવામાં આવશે. પાસ મેળવવા માટે તથા વધુ વિગત માટે મો. ૯૫૧૧૧ ૨૧૨૪૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.