કર્ણાવતી ગ્રુપ દ્વારા સીસન્સ હોટેલ ખાતે વન ડે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ ટ્રેડીશ્નલ વેરમાં ગરબે ઘુમવા ઉમટી પડયા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન ધૈર્યએ જણાવ્યું કે દરવર્ષની જેમ આ વર્ષે પણ કર્ણાવટી ગ્રુપ ઓફ ઇવેન્ટસ દ્વારા જાજરમાન એક દિવસીય ગરબાનું આયોજન થયું છે. ત્યારે સતત ૧૦મું નવરાત્રી આયોજન છે. દર વર્ષે અમે કાંઇક નવું જ લઇને આવીએ છીએ. અમારો ઉદેશ્ય એ હોય છે કે બધા લોકોને એક સાથે જોડવા માંગીએ છીએ. રાજકોટના બધા સમાજના લોકો ને સાથે એક મંચ ઉપર ગરબા રમાડીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું ટેડશ્નલ એ છે કે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઘણા સેન્ટરોમાંથી આપણે ત્યાં એક દિવસ માટે ગરબા રમવા માટે આવે છે જેમ કે વાણી, જુનાગઢ, વલસાડ, ગોંડલ તેવી રીતે સૌરાષ્ટ્રના અનેક સેન્ટોરમાથી લોકો એક દિવસ માટે પોતાની સંસ્કૃતિ દેખાડવા માટે આવે છે.
રાષ્ટ્રીય શાળામાં કાલે બાળકો અને યુવાનો માટે વકૃત્વ સ્પર્ધા
લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન મિનુભાઈ જસદણવાલા અને તેમની ટીમના સહયોગથી ગાંધીજીના વિચારો,મૂલ્યો અને જીવન ચરીત્ર આજના યુવાનો અને બાળકોમાં જીવંત રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે ઘઉંથી બનાવેલા સૌથી મોટા ગાંધી ચશ્મા, ગાંધીજીને લખેલા સૌથી મોટુ પોસ્ટકાર્ડ વગેરે પ્રવૃત્તિઓ ભૂતકાળમાં કરી છે. આ વર્ષે ૨જી ઓકટોબરે રાષ્ટ્રીય શાળામાં બાળકો તેમજ યુવાનો માટે ગાંધીજી વિશે વ્રકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશભાઈ સંઘવી, મિલનભાઈ રોકડ, અરૂણભાઈ રોકડ, સચિનભાઈ મણીયાર, મિનુભાઈ જસદણવાળા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
જે કોઈ વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન માટે મિનુભાઈ જસદણવાળા નો.મો. ૯૨૨૮૧૯૧૯૧૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. દરેકને સર્ટીફીકેટ લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન તરફથી આપવામાં આવશે.