હૃદયકુંજ નિહાળી થયા અભિભૂત: મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સમક્ષ કર્યા મહાત્મા મ્યુઝિયમના વખાણ
મહાપાલિકા દ્વારા ૨૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ઐતિહાસિક અને વિશ્વ માટે પ્રેરણાસમાન મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિધીવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે જાહેર જનતા માટે મ્યુઝીયમ પણ ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. લોકાર્પણ બાદ વડાપ્રધાને મ્યઝીયમના ૪૦ પૈકી ૧૧ મની મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સમક્ષ પ્રશંસા વ્યકત કરી હતી.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ગઈકાલે વડાપ્રધાને રાજકોટની મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ બાદ મ્યુઝીયમની ગેલેરી ૧-૨, ગેલેરી ૩-૪, ગેલેરી નં.૭, ગેલેરી નં.૧૦-૧૧, ગેલેરી નં.૧૭-૧૮, ગેલેરી નં.૨૮, ગેલેરી નં.૩૦ સહિત અલગ-અલગ ૧૧ રૂમની મુલાકાત લીધી હતી. તેઓએ હૃદયકુંજના ખુબ જ વખાણ કર્યા હતા સાથો સાથ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવેલા ભુકંપ બાદ જયારે વર્ષ ૨૦૧૩માં આલ્ફેડ હાઈસ્કુલના ર્જીણોઘ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે તેના ખાતમુહૂર્ત માટે અને કામ પૂર્ણ થયા બાદ ૨૦૦૪માં તેના લોકાર્પણ માટે આલ્ફેડ હાઈસ્કુલની મુલાકાત લીધી હતી. આજે ૨૦૧૮માં જયારે અહીં મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે ત્યારે મને ખુબ જ આનંદની લાગણી અનુભવાઈ રહી છે.
ભાજપે મહાનુભાવોની યાદગીરીને ચિરંજીવી બનાવી છે: રાજુભાઈ ધ્રુવરાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે નરેન્દ્રભાઈનો રાજકોટ સાથે અનેરો નાતો રહ્યો છે. તેની સંસદીય કારકીર્દી જાહેર જીવન, ધારાસભ્ય તરીકેની શરૂઆતનું કેન્દ્ર રાજકોટ રહ્યું છે. આ રાજકોટમાં મહાત્માગાંધીજીએ અભ્યાસ કરેલો તે શાળાને મ્યુઝીયમમાં પરિવર્તીત કરી અને ભારતીય જનતા પક્ષ મહાત્મા ગાંધીજીને હું માનું છઉં કે ભાવાંજલી આપી છે આઝાદીના મહાન લડવૈયા ગુજરાતના મહાન સપુતો મહાત્મા ગાંધીજી, સરદાર પટેલને ભારતીય જનતા પક્ષે મહાત્મા ગાંધીજીને હું માનું છું કે ભાવાંજલી આપી છે.
આઝાદીના મહાન લડવૈયા ગુજરાતના મહાન સપુતો મહાત્માગાંધીજી, સરદાર પટેલને ભારતીય જનતા પક્ષે તેની યાદગીરી ચીરજીંવીબને નવી પેઢીને ખ્યાલ આવે કે મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલનું આઝાદીની લડતમાં પ્રદાન હતુ તેમનો ભોગ હતો. તેમના થકી આ રાષ્ટ્ર બન્યું છે.
લોકશાહીના ખરા અર્થમાં તેઓ સર્જકો છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સ્થળને શકય હોય તેટલુ લોકભોગ્ય બનાવ્યું છે. દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરી અહી આવનારા ગાંધીજીને ચાહનારા લોકો અહિંસાના પૂજારીઓ વગેરે માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.
રાજકોટને વિશ્વકક્ષાના મ્યુઝિયમની ભેટ: ભંડેરીધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કે રાજકોટના આંગણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. તેમના માધ્યમથી આજે મહાત્મા ગાંધી મ્યુઝીયમનું લોકાર્પણ થવાનું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયત્નોથી મ્યુઝીયમ બન્યું છે. ત્યારે આ મ્યુઝીયમ વિશ્વકક્ષાનું બન્યું છે. આ મ્યુઝીયમથી વિશ્વભરનાં લોકોને ગાંધીજીનો જીવન સંદેશ મળશે.
કરવા જઈ રહ્યા છે ભારતમાં ૨૬ રાજયોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તથા ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે. અને લોકોને પૂરેપૂરો વિશ્વસ છે કે ૨૦૧૯ની ચૂંટણી પૂરી બહુમતીથી જીતી ફરીથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન તેવી અમારી હાર્દિક શુભકામના છે.
નરેન્દ્રભાઈ જ વડાપ્રધાન રહે તેવુ ગુજરાતનાં નાગરિકો ઈચ્છે છે: કવાડિયાજયંતીભાઈ કવાડીયા એ જણાવ્યું કે પહેલાતો હું એમ કહીશક કે સમગ્ર દેશના સ્વચ્છતાભિયાનના હિમાયતી તથા જે રીતે ગાંધીજીએ આ દેશમાં નારો આપ્યો હતો કે સાચુ ભારત ગામડામાં વસે છે. સ્વચ્છતા અભિયાનના હિમાયતી ગાંધીજી હતા ત્યાર પછી જો કોઈ દેશની અંદર આ નારો આપ્યો હોય તોતે નરેન્દ્રભાઈ મોદી છે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતની ધરતી પર જન્મેલી વ્યંકિત આજે દેશના વડાપ્રધાન હોયં અને ફરીથી તેને વડાપ્રધાન તરીકે બેસાડવા આગુજરાતની ૭ કરોડની જનતા અકે તળપી રહી છે. કે નરેન્દ્રભાઈને બીજી ટર્મ માટે દેશના વડાપ્રધાન બનાવવામાં આવે તેવું ગુજરાતનો એક એક નાગરીક ઈચ્છી રહ્યો છે.
મ્યુઝિયમમાં વિશ્વભરનાં લોકો ગાંધીજી વિશે જાણશે અને સમજશે: ઝડફીયાગોરધનભાઈ ઝડફીયા એ જણાવ્યું કે પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ ભારત વષૅ બનાવી રહ્યું છે. આઝાદી માટે લડનાર ગુજરાતના પનોતા પુત્ર ગાંધીજી જયાં ધો.૧ થી ૭ આલ્ફેડ હાઈસ્કુલમાં ભણ્યા હતા. એટલે સૌથી વધુ સમય જે સ્કુલમાં કાઢ્યો છે. તે આલ્ફેડ હાઈસ્કુલમાં ગાંધીજીની સ્મૃતિ બનાવી છે.
દેશભરનાં લોકો ગાંધીજી વિશે જાણે, સમજે ત્યાં જુદા જુદા પ્રકારનાં ગાંધીજીનાસમયનાં ચિત્રો અને સમયની પ્રદર્શની અને સમગ્ર ગાંધીજીના જીવન વિશે આલ્ફેડ હાઈસ્કુલમાં રાખવામાં આવ્યું છે. દેશનાં પ્રધાન મંત્રી સ્વચ્છતાનો આગ્રહ પણ ગાંધીજીના જે આદર્શ છે તે માટે સ્વચ્છ ભારતનું જે અભિયાન છે તે આખુ વર્ષ ચલાવવાના છે.
વડાપ્રધાનના આગમનથી લોકોમાં અનેરો ઉત્સાહ: અમૃતિયાકાંતીભાઈ અમૃતીયા એ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધી મંદિર બનાવ્યું ગાંધીજીએ જયાં અભ્યાસ કર્યો હતો. ત્યાંમ મ્યુઝીયમ બનાવી સૌરાષ્ટ્રને એકમોટીભેટઆપી છે. તેઓએ સરદાર પટેલની સ્મૃતિમાં પણ સરદાર પટેલની ભવ્યાતિ ભવ્ય પ્રતિમા બનાવવાનો નિર્ણયલીધો હતો. ત્યારે હુ માજી ધારાસભ્ય તરીકે વડાપ્રધાન નરેન્દ્રમોદીને અભિનંદન પાઠવું છું વડાપ્રધાન મોદીજીના આગમનથીલોકોમા અનેરોઉત્સાહ વર્તાય રહ્યો છે.