છેલ્લા ૮ વર્ષમાં ‘અબતક’એ જે પ્રાપ્ત કર્યું તે કાબીલેતારીફ: પરિમલભાઈ નથવાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં કોર્પોરેટ અફેર્સ પ્રેસિડન્ટ પરિમલભાઇ નથવાણી બન્યાં ‘અબતક’નાં મહેમાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સનાં પ્રેસિડન્ટ અને જારખંડનાં સાંસદ પરિમલભાઈ નથવાણી ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને વિવિધ મુદાઓને આવરી લઈ ચર્ચા વિચારણા પણ કરી હતી, સાથો સાથ અબતક મીડીયા હાઉસની કામગીરીને પણ બિરદાવી હતી.
આ તકે પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતુ કે, કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી હોઈ તો અથાગ મહેનત કરવી પડે છે. નહિ કે રાતોરાત મળી જાય, અબતકએ જે ૮ વર્ષમાં જે મેળવ્યું છે તે ખૂબજ પ્રસંશનીય છે. વધુમાં તેમને જયારે દરિયાઈ વિસ્તારના ઉપયો વિશે પૂછવામાં આવ્યું, તો તેઓએ જણાવ્યું કે, દરિયાઈ વિસ્તારનો જે ઉપયોગ થવો જોઈએ તે નથી થતો, દરિયાઈ વિસ્તારનો જો ઉપયોગ થાય તો ઘણી સમસ્યાઓ નિકાલ થઈ જાય ગુજરાતમાં ટુરીઝમને ડેવલોપ કરવાનું ઘણું પોટેન્શીયલ છે. તેમ છતાં તે કરવામાં સરકાર કયાંક નિષ્ફળ નિવડી છે. દ્વારકામાં જો ધ્યાન આપવામાં આવે તો દ્વારકા પણ ઘણુ ડેવલોપ થઈ શકે તેમ છે તે પણ નથી થયું. એટલે કહી શકાય કે સરકાર બધે જ પહોચી વળવામાં જો અસર્મથ હોય તો પ્રાઈવેટ કંપનીને તેનાવિકાસનું કામ સોંપી દેવું જોઈએ જેથી તમામ વિકાસનાં દ્વાર ખૂલી શકે, અને જાળવણી પણ થઈ શકે.
આ માટે સરકારે પી.પી.પી. મોડલ પર ધ્યાન આપવું જોઈએ પરંતુ કયાંકને કયાંક સરકારનું ધ્યાન દરિયાઈ માર્ગને વિકસાવવા માટે બન્યું છે. જે એક હકારાત્મક અભિગમ દર્શાઈ રહ્યું છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં જે પોર્ટ બંધ થઈ ગયા છે.
તેને જો શરૂ કરવામાં આવશે તો ઘણો વિકાસ થઈ જશે ત્યારે તેમને સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે ફૂડ ઈન્ડસ્ટ્રીનાં ઘણા ઈસ્યુ છે. રિલાયન્સ એ ગ્લોબલ માર્કેટ ઉભુ કર્યું છે. રિલાયન્સ ૯૦ જેટલા દેશોમાં માલ સામાનનું વેચાણ કરે છે જે એક અગત્યની અને મહત્વની વાત છે. ઝીઓ જે રીતે આગળ વધી રહ્યું છે, તે વાત નકકી છે કે, ઝીઓ દેશને ઘણી મોટી સોગાત દેશવાસીઓને આપશે. પરિમલભાઈએ અબતક સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતુ કે ગુડ ગર્વનન્સ માટે સ્થિરતાની જરૂર છે. જો સ્થિરતા રહેશે તો કોઈ પ્રકારનાં પ્રશ્ન ઉદભવીત નહિ થાય એરપોર્ટ વિશે તેઓએ કહ્યું હતુ કે રાજકોટમાં જે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બનવા જઈ રહ્યું છે.
તે રાજકોટ માટે ખૂબજ સારી વાત છે. અને રાજકોટનાં વિકાસના દ્વાર ખૂલી ગયા છે. જે મહત્વની વાત છે તેઓએ અંતમાં રમત-ગમત ક્ષેત્રે માહિતી આપતા જણાવ્યું હતુ કે, સ્ટેડીયમ વધુ બનાવી ખેલાડીઓની કળામા અને પ્રતિભાવ બહાર નહિ આવે, પણ પ્રતિભાવને જો જીલ્લા કક્ષાએથી ઓળખવામાં આવે તો ખૂબજ ઉજવળ તકો રહેલી છે.