૩૧ થી પ૦ વર્ષની વયના લોકોમાં હૃદય હુમલાનો ખતરો સૌથી વધુ

આજના ભાગદોડ ભર્યા અને વ્યસતા વાળા જીવનમાં ઘણી બીમારીઓનું પ્રમાણ વઘ્યું છે તેમાં પણ ખાસ કરીને ખાવા-પીવા અને સુવાની અનિયમીતાને કારણે ગુજરાતમાં હ્રદયરોગના પ્રમાણમાં ખુબ જ વધારો થયો છે. ઇએમઆરઆઇ ૧૦૮ ના રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દર એક કલાકે હ્રદયરોગના છ કોલ્સ અથવા દર ૧૦ મીનીટે એક કોલ નોંધાયા હતા અને દર એક કલાકે હ્રદયરોગના હુમલાથી ગુજરાતમાં ત્રણ દર્દીઓના મોત થતાં હોવાનો પ ઘટસ્ફોટ થયો છે.

ઇએમઆરઆઇના રીપોર્ટ પરથી એ પણ જાણવા મળ્યું છે કે હ્રદયરોગના જેટલા દર્દીઓ નોંધાય છે તેમાંથી ૪૮ ટકાઓ તો પ૦ વર્ષથી ઓછી વયના છે. વર્ષ ૨૦૧૦-૧૧ થી માંડી ૨૦૧૭-૧૮ સુધીના સમયગાળાની વાત કરીએ તો હ્રદય રોગને લઇ વર્ષ ૨૦૧૦-૧૧ માં ૧૮,૬૪૭ ઇમરજન્સી કેસો નોંધાયા હતા. જયારે વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨૬,૫૨૯ કેસો નોંધાયા છે. છેલ્લા સાત વર્ષના સમયગાળામાં ૪૮ ટકા નો વધારો નોંધાયો છે.

હાલ, હ્રદયરોગનું સૌથી વધુ પ્રમાણ ૩૧ થી પ૦ વર્ષના વય જુથમાં જોવા મળી રહ્યું છે જે રેડ એલર્ટ સમાન છે ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં હ્રદય હુમલાના કેસો વઘ્યા છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં અમદાવાદમાં ૪૩૩૪ હ્રદય બીમારીના કેસો નોંધાયા હતા.

જયારે ૨૦૧૭-૧૮ માં ૬૯ ટકા વધી ૭૩૪૧ કેસો નોંધાયા છે. સુરતમાં ૨૦૧૩-૧૪ માં ૧૧૭૮ જયારે ૩૫ ટકા ના વધારા સાથે ૨૦૧૭-૧૮ માં ૧૫૯૬ કેસો નોંધાયા હતા. જયારે વડોદરામાં વર્ષ ૨૦૧૩-૧૪ માં ૧૧૪૮ અને પ ટકા વધારા સાથે ૨૦૧૭-૧૮ કેસો નોંધાયા હતા. તો રાજકોટમાં હ્રદય રોગની બીમારીમાં હકારાત્મક પરિસ્થિતિ જોવા મળી છે કારણ કે રાજકોટમાં વર્ષ ૨૦૧૩-૧૪ માં ૧૬૦૯ કેસો નોંધાયા હતા જેમાં ૨૦ ટકાના ઘટાડાની સાથે ૧૫૭૨ કેસો ૨૦૧૭-૧૮ માં નોધાયા છે.

ડાયાબિટિસ કે હ્રદયરોગ નહી પરંતુ ચામડીની બીમારી ભારતીયોને વધુ પીંડે છે

હાલના સમયે ડાયાબિટિસ અને હ્રદય રોગ જેવી બીમારીઓના પ્રમાણમાં વધુને વધુ વધારો નોંધાઇ રહ્યો છે

જે ભારતીયોને પીડે પણ છે પરંતુ આ ડાયાબીટી કે હ્રદગરોગ કરતાં ચામડીના રોગો ભારતના લોકોને વધુ પીડતા હોવાનું જાણવા મળ્યું છે.

ડમોટોલોજીના ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ચામડીને લગતી દવાઓના વેચાણમાં ૧૭.૫ ટકા કરતાં પણ વધુનો વધારો થયો છે. જયારે ડાયાબીટીશ નિવારક દવાઓના વેચાણમાં ૧૬.૮ ટકા અને હ્રદય રોગના દવાઓના વેચાણમાં ૧૦.૭ ટકાનો વધારો થયો છે.

આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે ચામડીના રોગ પ્રત્યે સજાગતા દાખવી અને નાબુદ કરવા સ્ક્રીનની સારસંભાળ લેવી અને સુંદર દેખાવું જેવા પરીબળોને કારણે સ્કીન સંબંધીત દવાઓના વેચાણમાં વધારો નોંધાયો છે.જુલાઇ ૨૦૧૮ સુધીમાં આ દવાઓનું વેચાણ ૧૧.૬ ટકા વઘ્યું હતુ.

જેની કિંમત ૧,૦૭,૮૮૮ કરોડ ‚પિયા આંકી શકાય ચામડીના રોગના નિષ્ણાંતોનું કહેવુંં છે કે અગાઉ લોકો વાળ ખરવા નવા વાળ ન ઉગવા ચહેરા પર ડાઘા કાળા ધબ્બા વગેરે જેવી સમસ્યાઓને વધુ ચિંતાતુર હતા પરંતુ હાલના સમયે આ સમસ્યાઓની સાથે ચામડી પ્રત્યે પણ ચિંતાતુર બન્યા છે અને સારસંભાળ  લેતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.