પંચશીલ સ્કુલના વિઘાર્થીઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોનું વાવેતર થાય માટે શાળામાં બી ધ ચેન્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે જે અંતર્ગત વિઘાર્થીઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ નિયંત્રિત થાય તે માટે રાજયમાં જાગૃત આવે તે માટે વિઘાર્થીઓ દ્વારા શાકભાજીના ફેરીયા ભાઇઓ ને ખાદીની બેગ ભેટમાં આપવામાં આવી. તેમજ શાળાના વિઘાર્થીઓએ ૧પ૦૦ પેપર બેગ સમન્વય ખાદી ભંડાર ને ભેટ આપી હતી આ કાર્યક્રમનો હેતુ નાના વેપારી પોતાના ગ્રાહકોને આ બેગ આપી પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટે અને પર્યાવરણ જળવાય તેવો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત શાળાના વિઘાર્થીઓએ સિનિયર સીટીઝનનોને ખાદીના રુમાલ ભેટ આપ્યા હતા. આ પ્રસંગે આયોજીત ઉદધાટન પ્રાર્થના સભામાં ગીતાબેન મહેતા, દિપાલીબેન રાજયગુરુ (રંગ ફાઉન્ડેશન) ડો. કાન્તીભાઇ ઠેસીયા (પ્રિન્સીપાલ અર્જુનભાઇ હિરાણી જર્નાલીઝમ કોલેજ, રાજકોટ) ભરતસિંહ પરમાર વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
દિપકભાઇ મશરુ આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે.વાડોદરીયા મહાત્મા ગાંધીજીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અને સમગ્ર કાર્ગક્રમના આયોજન બદલ રંગ ફાઉન્ડેશનના દિપાલીબેન રાજયગુરુ અને શાળાના શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.