મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના ચૂકાદાઓમાં સમાનતા ખરા અર્થમાં સાર્થક
આધાર, એલજીબીટીકયુ, વ્યભિચાર, મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીને મૃત્યુદંડ
નિર્ભયાકાંડ અને ઈચ્છા મૃત્યુ સહિતના મુદે મહત્વના ચૂકાદા આપ્યા: આવતીકાલે થશે નિવૃત
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. ૧ વર્ષ અને એક મહિનાના કાર્યકાળ દરમિયાન દિપક મિશ્રાએ સામાજીક પરિવર્તન માટે ઐતિહાસીક ચૂકાદા આપ્યા છે. આજે તેઓ ફિલ્માના આંધળા વિરોધમાં થતી તોડફોડ મુદે ચૂકાદો આપવાના છે.
ગાંધી જયંતિના દિવસે દિપક મિશ્રા નિવૃત થશે. તેમની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આધાર, વ્યભિચાર, એલજીબીટીકયુ સહિતના અનેક મુદે મહત્વના ચૂકાદા આપી સમાજના પરિવર્તનના પ્રયાસ કર્યો છે. તેમની ખંડપીઠે મૃત્યુદંડના બે ચુકાદા પણ આપ્યા છે.
વર્ષ ૧૯૯૩ મુંબઈ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટાઈગર મેમણના ભાઈ યાકુબ અબ્દુલ રઝાક મેમણને ફાંસીની સજા આપી હતી. આ કેસમાં આરોપીના વકીલે મધરાતે સૂનાવણીના પ્રયાસ કર્યો હતો. જોકે તેને ફાંસીની બરકરાર રાખવામાં આવી હતી આ ચૂકાદા બાદ દિપક મિશ્રાની સુરક્ષા ઝેડ પ્લસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત નિર્ભયા કાંડના ચાર આરોપીઓને મૃત્યુદંડની સજા રોકવાની અરજીને પણ તેમણ ફગાવી હતી. રાજકારણી ડી.પી. યાદવના પૂત્ર વિકાસ યાદવને ૨૫ વર્ષના કારાવાસની સજા તેમણે યથાવત રાખી હતી. આ જ સમયગાળામાં મૃત્યુદંડ આપવા ફાંસીના સ્થાને અન્ય કોઈ વિકલ્પ અંગે વિચાર કરવાની સુનાવણી પણ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે હાથ ધરી હતી.
ઈચ્છામૃત્યુ, ટોળા દ્વારા થતી હિંસા, ગૌ હત્યા, આધાર સહિતના મુદે તેમણે ખૂબજ મહત્સની ટકોર પણ કરી હતી. આજે તેઓ પોતાનો અંતિમ ચૂકાદો આપવા જઈ રહ્યો છે.ફિલ્મોમાં કોઈ દ્રશ્ય કે સંવાદના મુદે થતી તોડફોડ મારામારીને સંલગ્ન આ ચૂકાદો આપશે. જેમાં ફિલ્મમા કળાને હિંસાથી સંરક્ષણ મળે તેવી શકયતા છે.
મોરના ઈંડાને ચિતરવા ન પડે: પિતાનું નામ રોશન કરતા ડી.વાય.ચંદ્રચુડ
ઈમરજન્સી કાળમાં જસ્ટીસ વાય.વી. ચંદ્રચૂડે આપેલા ચૂકાદાથી દેશ ખળભળી ગયો હતો. તેમના પુત્ર ડી.વાય. ચંદ્રચુડ પણ પિતાના હસ્તે છે. ડીવાય ચંદ્રચુડે લોકતંત્ર અને સુરક્ષાના મામલે આપેલા ચૂકાદામાં કરેલી ટકોર તેમની લોકપ્રિયતામાં વધારો કરી રહી છે.