ભારતીય રોડ રસ્તા બન્યાં ‘મોતનો માર્ગ’; વર્ષ ૨૦૧૪-૧૭ સુધીના સમયગાળામાં ૧૨૩૩૦ લોકોના જીવ ગયા
ભારતના રોડ રસ્તાઓ ‘મોતનો માર્ગ’ બન્યા હોય તેમ છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં રોડ અકસ્માતમાં પગપાળા ચાલનારાઓનાં મોતના પ્રમાણમાં અધધ ૭૦ ટકાનો વધારો થયો છે. ભારતીય માર્ગો યમરાજ સાબીત થઈ રહ્યા છે કારણ કે, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધીમાં ૧૨૩૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે કે માર્ગ અકસ્માતોની ઘટના છેલ્લા ત્રણ વર્ષમાં ૬૬ ટકા વધી છે.
રોડ-અકસ્માતો ૫૦% સુધી ઘટાડવાની સરકારની મોટી મોટી વાતો ફોગટ સાબીત થઈ છે. રીપોર્ટ અનુસાર, તમીલનાડુમાં ગયા વર્ષે સૌથી વધુ ૩૫૦૭ પગપાળા ચાલનારા લોકોના અકસ્માતમાં જીવ ગયા છે. જયારે બીજી નંબરે મહારાષ્ટ્ર નોંધાયું છે. જયાં ૧૮૩૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર બાદ આંધ્રપ્રદેશનો નંબર આવે છે. જયાં ૧૩૭૯ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે.
ભારતીય માર્ગો પર પગપાળા ચાલવું સૌથી વધુ ખતરનાક સાબીત થઈ રહ્યું છે. આ અંગે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ સચીવ વાય.એસ. મલીકે કહ્યું કે, માર્ગો પર ટુ વ્હીલર અને ફોર વ્હીલર દોડાવતતા લોકો પગપાળા ચાલનારાઓ વિશે કંઈ વિચારતા જ નથી પુરૂઝડપે ગાડીઓ ચલાવે છે. જેનો અનેકોભોગ બને છે. રોડ પર ફૂટપાથ બનાવાયા છે. જયા ગેરકાયદે પાર્કિંગ કરી દેવાય છે. આથી જ પગપાળા ચાલનારાઓએ મુખ્ય માર્ગ પર જ ચાલવું પડે છે જોકે આ સામે કડક નિયમો બનાવાશે અને વધતા જતા માર્ગ અકસ્માતોનાં બનાવોને ઘટાડાશે.