વર્ષે ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલના અ્ભ્યાસ માટે વિદેશ જાય છે
ઉચ્ચ ભણતર માટે કેટલાય વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ મેલવવા જતા હોય છે જેમાના એમબીબીએસની ડિગ્રી મેળવનારા ડિગ્રી હોવા છતા લાઈસન્સ મેળવી શકયતા નથી માર્ચ ૨૦૧૬માં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરનાર કુમાર ગૌરવ પાછલા બે વર્ષથી પોતાના વતન બિહાર નથી ગયો તેની પાછળનું કારણ ચોકાવનારૂ છે. સામાન્ય રીતે મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સાથે આવું થતુ હોય છે. કારણ કે વિદેશમાં ડિગ્રી મેળવ્યા હોવા છતા તેઓ પ્રેકટીસ કરી શકતા નથી. કુમારે નેપાળની મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ નેપાળથી ગ્રેજયુએટ થયેલા વિદ્યાર્થીને ભારતમાં જયાં સુધી ફોરેન મેડીકલ ગ્રેજયુંએટસ એકઝામિનેશન કિલયર ન કરે ત્યાં સુધી પ્રેકટીસ કરવાની છૂટ હોતી નથી.
આ ટેસ્ટ મેડિકલ કાઉન્સીલ દ્વારા વર્ષમાં બે વાર લેવામાં આવે છેઆ નિયમ ચીન, યુક્રેઈન, રશિયા, બાંગ્લાદેશ અને ફિલિપીન્સ જે દેશો માટે પણ લાગુ પડે છે. યુક્રેઈનમાં એમબીબીએસનો અભ્યાસ કરીને પાછો ફરેલ વિદ્યાર્થી હવે સાઉથ દિલ્હીના કોચિંગ કલાસમાં સ્કીનીંગ ટેસ્ટને પાસ કરવા માટે તૈયારી કરે છે. છત્રપાલ હરિયાણાના નાનકડા ગામડામાંથી આવે છે. અને તે ગામનો પહેલો ડોકટર છે. છત્રપાલ જણાવે છે કે, મને સરકારી મેડિકલમાં કોલેજમાં એડમિશન મળતુ નહતુ અને પ્રાઈવેટ કોલેજમાં ૫૦ લાખ જેટલો ખર્ચ થાય છે. દર વખત વર્ષે ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ જાય છે. કારણ કે અમુક દેશોમાં ઓછો ખર્ચ થાય છે.
વિદેશથી પાછા ફર્યા બાદ તેમનું જીવન ધાર્યા કરતા વધુ સંઘર્ષ ભર્યું હોય છે. દિલ્હીના એઈમ્સ નજીક ગૌતમ નગર નામનો એક વિસ્તાર છે જયાં મોટા પ્રમાણમાં મેડિકલ ગ્રેજયુંએટસ અને મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ રહે છે.તે મર્યાદિત બજેટમાં જેમજેમ ગુજરાન ચલાવી કોચિંગ કલાસોમાં એફએમજીઈ ક્રેક કરવા માટેની ટ્રેનીંગ મેળવી રહ્યા છે.