૭માં પગારપંચ સહિતની માંગણીઓ મુદ્દે વડોદરામાં યોજાનારી રેલી એકાએક રદ્દ કરાતા નારાજગી

વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ ગિરીશ જોશી, જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર ખંભાતા અને ડેપ્યુટી સેક્રેટરી જનરલ હિમાંશુ બ્રહ્મભટ્ટના રાજીનામા

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ૭માં પગારપંચ સહિતની માંગણી મુદ્દે ૩૦મીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વડોદરા ખાતેની કચેરીએ રેલીની જાહેરાત યા બાદ મોકુફ રખાતા તેના વિરોધમાં વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ ગિરીશ જોશી, જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર ખંભાતા અને ડેપ્યુટી સેક્રેટરી જનરલ હિમાંશુ બ્રહ્મભટ્ટે હોદ્દા પરી રાજીનામા ધરી દેતા સંઘમાં આંતરીક તડા પડયા છે.

આગામી તા.૩૦મીએ ગુજરાત વિકાસ નિગમ અને તેને સંલગ્ન વિજ કર્મચારીઓના ૭માં પગારપંચનો અમલ તા ફિકસ પગારધારકોને રાજય સરકારના કર્મચારીઓની જેમ તમામ લાભ આપવા સહિતની માંગણીઓ મુદ્દે રેલીની જાહેરાત કરવામાં આવ્યા બાદ સીનીયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલે રેલી રદ્દ કરવાની જાહેરાત અચાનક કરતા જેના પગલે સંઘના ત્રણેય હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. અવાર-નવાર પડતર માંગણીઓ મુદ્દે આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કર્યા બાદ તેને રદ્દ કરતા આ સમસ્યા વિજ કર્મચારીઓમાં હાસ્યાને પાત્ર બની છે.

ઉપરોકત માંગણીઓ મુદ્દે વિદ્યુત કામદાર સંઘ દ્વારા અગાઉ ફેબ્રુઆરીમાં પણ આંદોલન કરવામાં આવ્યું હતું. જે તે સમયે સંઘના પ્રમુખ અને ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરીયાએ પ્રશ્ર્નોનો કાયમી નિકાલ કરવાની ખાતરી આપતા કાર્યક્રમ મોકુફ રખાયો હતો. ત્યારબાદ સીનીયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલના માર્ગદર્શન હેઠળ ૩૦મીએ રેલીની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં વિદ્યુત સહાયકોને પગાર વધારવાની ફાઈલ નાણા વિભાગમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે.

૭માં પગારપંચના અમલ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા ઈ ની છતાં એકાએક રેલી રદ્દ કરવાની જાહેરાત કરાતા અન્ય હોદ્દેદારોમાં અસંતોષ ફેલાતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ ગિરીશ જોશી, જનરલ સેક્રેટરી ભુપેન્દ્ર ખંભાતા અને ડેપ્યુટી સેક્રેટરી જનરલ હિમાંશુ બ્રહ્મભટ્ટે રાજીનામા ધરી દેતા સંઘમાં મતભેદો સર્જાયા છે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘમાં રાજયભરના ઘણા બધા કર્મચારીઓ જોડાયેલા છે. વીજ કંપનીઓના કર્મચારીઓને પણ ૭માં પગારપંચનો લાભ મળે તે માટે છેલ્લા ઘણા સમયી વીજ કંપનીની વડી કચેરી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને સરકાર સામે આંદોલનાત્મક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. પરંતુ હવે વિદ્યુત કામદારસંઘના હોદ્દેદારોમાં આંતરીક તડા પડતા આંદોલન વેર-વિખેર ઈ જવાની પરિસ્િિત નિર્માણ પામી છે. ૩૦મીએ વડોદરામાં યોજાનારી રેલી પણ એકાએક રદ્દ કરી દેતા હોદ્દેદારો અને કર્મચારીઓ પણ નારાજ યા છે. ત્યારે હવે વિદ્યુત કામદાર સંઘના પડતર પ્રશ્ર્નોનું ભાવી ધુંધળુ બનવાની સંભાવના પ્રબળ બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.