વિજેતા બાળકોને ઈનામો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળ સભ્યોને સર્ટિફીકેટ અપાશે
સરગમ પરિવાર દ્વારા સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે બાળ સભ્યો માટે નવરાત્રીને અનુલક્ષી ટ્રેડિશ્નલ ડ્રેસ સ્પર્ધાનું તા.૭ને રવિવારના રોજ આયોજન કરાયું છે. જેમા બાળકોએ પરંપરાગત વેશભૂષામાં સજજ થઈ આવવાનું રહેશે. વિજેતા ગર્લ્સબોયઝને ઈનામો અપાશે. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને સંસ્થા તરફથી આકર્ષક સર્ટીફીકેટ આપવામાં આવશે.
તા.૭ રવિવારના રોજ સવારે ૧૦ કલાકે હેમુગઢવીક નાટયગૃહ ખાતે ટ્રેડિશ્નલ ફેશન શો સ્પર્ધા ચાર ગ્રુપમાં યોજાશે જેમાં એ ગ્રુપમાં ઉંમર ૬ થી ૧૦ વર્ષ બોયઝ ગર્લ્સ અલગ તથા બી ગ્રુપમાં ૧૧ થી ૧૫ વર્ષ બોયઝ ગર્લ્સ અલગ એમ ચાર ભાગમાં સ્પર્ધા રહેશે.
ફેશન શો સ્પર્ધામા ભાગ લેનાર બાળકોએ ઘરેથી જ પરંપરાગત વેશભૂષા આવવાનું રહેશે. ભાગ લેવા માટે તા.૬ સુધીમાં સરગમ કલબની ઓફીસ કોઈન્સ કોર્નર, ત્રીજા માળે, ડો. યાજ્ઞીક રોડ ખાતેથી ફોર્મ મેળવીને ભરી દેવાના રહેશે.સ્પર્ધામાં સંખ્યામુજબ વિજેતા બાળકોને ઈનામો તથા ભાગ લેનાર તમામને આકર્ષક સર્ટીફીકેટ આપવામા આવશે.
આ અંગે ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતુ કે, બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ જળવાઈ રહે અને બાળકોને પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદેશથી સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા બાળકો માટે નવરાત્રીને અનુલક્ષીને પરંપરાગત વસ્ત્રોના ફેશન શોનું દર વર્ષે આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ ચિલ્ડ્રન કલબના પ્રમુખ જયશ્રીબેન રાવલ, મંત્રી અલ્કાબેન કામદાર તેમજ લેડીઝ કલબના નિલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, જયશ્રીબેન મહેતા, વિપુલાબેન હિરાણી ડો. માલાબેન કુંડલીયા, આશાબેન ભુછડા, અલ્કાબેન ધામેલીયા તથા અન્ય કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.