બોલબાલા ચેરી. ટ્રસ્ટના સીનીયર સીટીઝન સાયકલ વીરનું બિરુદ પામેલા રેલવે સુરક્ષા દળનાં નિવૃત સેવા કર્મી પ્રમોદભાઇ જોષીએ સાયકલ પ્રવાસ દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સાયકલ યાત્રાઓ સાથે સામાજીક સંદેશાઓ પાઠવી જનચેતના અને સંવેદના જગાવવાનું પણ સેવા કાર્ય કરી રહ્યા છે.
આવી યાત્રા પ્રમોદભાઇ જોષી દ્વારા આવતીકાલે તા. ૩૦ ના રોજ ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા ત્યાં પ્રભુભા ના સાથે સ્વચ્છતાનો સંદેશ ઠેર ઠેર પહોચાડવા સાયકલ પ્રવાસ આયોજીત કરેલ છે. પૂ. બાપુના જન્મદિને આ યાત્રા પોરબંદર પહોચીને મહાત્મા મંદિરે વંદના કરીને સમાપન કરવામાં આવશે.
તેઓનો આ પ્રવાસ તેમજ સામાજીક અભિયાન, સ્વચ્છતા સંદેશ સફળ બને તે માટે અનેક સામાજીક સંસ્થાઓ તેમજ રેલવે પેન્શનર્સ એસો.ના હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવી છે.