વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજયના પ્રવાસે રાજકોટ શહેર તથા કચ્છ-અંજાર ખાતે જાહેર કાર્યક્રમમાં આગામી સમયમાં પધારનાર હોય તેમજ આંતરરાષ્ટ્રીય સીમા વધુ દુર ન હોય તેમજ કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરક્ષાની દ્રષ્ટીએ સજાગ રહેવું અતિ જરૂરી હોય તેમજ ઓખા સરહદી વિસ્તારમાં આવી જતુ હોય
જેથી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે સારું ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા રોહન આનંદ તથા મદદનિશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન તેમજ સુચના મુજબ એસઓજી પી.આઈ. કે.જી.ઝાલા તથા ઓખા મરીન પોલીસ સ્ટેશન, આઈ/સી પો.સબ.ઈન્સ એ.ડી.પરમાર દ્વારા ફિશરમેન વોચ ગ્રુપ સભ્યોની મીટીંગનું આયોજન રાખવામાં આવેલ હતું જે મીટીંગમાં દરીયાઈ સુરક્ષા સંબંધે જાણકારી મેળવવા તેમજ કોઈ દેશદ્રોહી પ્રવૃતિ કરતા શંકાસ્પદ ઈસમો જણાયે તાત્કાલિક ઓખા મરીન પોલીસ સ્ટેશન તેમજ સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવેલ છે જે મીટીંગમાં કુલ ૨૭ ફીશરમેન વોચ ગ્રુપના સભ્યો હાજર રહેલ હતા.