જીપીએસસી ભરતી ગોટાળા બાબતે રાજ્ય સરકારને પગલા લેવા હાઇકોર્ટનું સુચન
૨૦૧૧માં ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (જીપીએસસી)ની કલાસ-૧ અને કલાસ-૨ની ભરતીમાં કૌભાંડોની તપાસ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને સુચન આપ્યું છે. તેમાં પણ એડિશ્નલ સેક્રેટરી હર્ષ બ્રહ્મભટ્ટ સામે યોગ્ય તપાસ કરવા માટે ખાસ કહેવામાં આવ્યું છે. ગુજરાત સરકારે આપેલા આ સુચનોમાં કહ્યું છે કે, જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ભરતીમાં યેલા ગોટાળાના જવાબદાર છે. માટે રાજય સરકારે બ્રહ્મભટ્ટ સામે તપાસ કરવી જોઈએ. કારણ કે તેણે કાયદાઓનું પાલન કર્યું ની.
વધુમાં હાઈકોર્ટે એમ પણ જણાવ્યું છે કે, જો સરકાર આ બાબતે તપાસ કરવા ઈચ્છતી ન હોય તો કોર્ટમાં તેનો ખુલાસો રજૂ કરવો જોઈએ. ૨૦૦૫-૦૬માં જીપીએસસીમાં કલાસ-૧ અને ૨ની ૩૧૭ જગ્યાઓ માટે ભરતી ઈ હતી. જેનું લીસ્ટ ૨૦૧૦માં તૈયાર યું હતું અને ૨૦૧૧માં તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઉમેદવારોમાંી ૪૧ ઉમેદવારોએ સર્વિસ જોઈન્ટ ન કરતા આ બેઠકો ખાલી પડી હતી. જેી આ ૪૧ બેઠકો ઉપર જે રિવાઈઝડ લીસ્ટ બનાવવામાં આવ્યું હતું તેમાં ગોટાળા યા હોવાના આરોપો મુકવામાં આવ્યા છે.
ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાયે એમ પણ ઉમેર્યું હતું કે, જીપીએસસીની ભરતીમાં માત્ર ગોટાળા યા ની પરંતુ ઉમેદવારોને જગ્યાઓ આપવામાં પણ કૌભાંડ યું છે. વધુમાં ન્યાયાધીશોએ કહ્યું હતું કે, રિવાઈઝડ લીસ્ટમાં ગોટાળા યા હોવાનું બહાર આવતા ઉમેદવારોને કઈ જગ્યાએ ભરતી આપવામાં આવી છે તે પણ અયોગ્ય ગણી શકાય. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અધિકારીઓએ તેના પદ અને કાયદાનો દુરઉપયોગ કર્યો હોવાી આ બાબતે યોગ્ય તપાસ વી જોઈએ.