ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અડધી મગફળી બજારમાં આવે તેવી શકયતા
નાફેડની આશરે ૫ લાખ ટન મગફળી વેચવાની બાકી છે ત્યાં સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવક થવા લાગી છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શ થઈ છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે મગફળીની ૭૦૦૦ ગુણીની આવક નોંધાઈ છે તથા તેના ભાવ ૮૫૦ થી ૧૦૦૦ સુધીના રહ્યા છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન વેપારી કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સહિત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળી તથા નવા કપાસની આવક છેલ્લા ચાર-પાંચ દિવસથી શ થઈ ગઈ છે. આજની તારીખમાં રાજકોટમાં ૭૦૦૦ ગુણી નવી મગફળી આવક છે તેનો ભાવ ૮૫૦ થી ૯૫૦ જાળી રહ્યા છે.
સારો માલ હોય તો ૧૦૦૦ સુધી પણ મળી રહ્યા છે. અત્યારે જે ખેડુતોને ભાવ મળે છે તે એકંદરે સારો મળેલ છે પરંતુ આવતા દિવસોમાં જયારે મગફળીનું વેચાણ પ્રેશર આવશે તોભાવ થોડા ડાઉન થશે. ૭૦૦ થી ૮૦૦ રૂપીયા વચ્ચે મગફળીના ભાવ જોવા મળશે.
ચાલુ વર્ષે ચોમાસુ નબળું હોવાથી મગફળીના ઉત્પાદનમાં ૫૦% જેવો ઘટાડો આવશે. મગફળી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અડધી મગફળી બજારમાં આવશે જેથી કરીને ભાવ લગભગ જળવાય રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે પરંતુ સામે નાફેડની જુની મગફળીની ખરીદી ગયા વર્ષે કરેલ હતી તે મગફળી અત્યારે બજારમાં વેંચવાની છે. જેના કારણે મગફળીમાં ભાવ વધવાની કોઈ શકયતા નથી અને મિલરો અત્યારે પિલાણમાં જે મગફળી લે છે તે નાફેડ દ્વારા વેચાઈ રહી છે તે મગફળી પિલી રહ્યા છે. આવતા દિવસોમાં ખેડુતોને ભાવ મળી રહે તે માટે ભાવાંતર યોજના લાવવા માટે અમે સરકારને રજુઆત કરી છે અને જો સરકાર ભાવાંતર યોજના લાવી અને ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડુતોના ખાતામાં સબસીડી જમા કરાવે તો ખેડુતોને આ વર્ષે વળતર મળી રહે તેવી સંભાવના છે. અબતક સાથેની વાતચીત દરમિયાન ખેડુતે જણાવ્યું કે અત્યારે મગફળીમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ૭૦૦૦ ગુણીની આવક છે તેના ભાવ ૮૫૦ થી ૧૦૦૦ છે.
ગયા વર્ષે જે મગફળીનો પાક થયો હતો તેની સરખામણીમાં આ વર્ષે ૫૦% ઓછો આવશે અત્યારે બજાર ઘટે તેવું લાગતું નથી. હજુ ૮૫૦ થી ૧૦૦૦ પિયા સુધીના ભાવ ૧૫ થી ૨૦ દિવસ સુધી જળવાય રહેશે. મગફળીના ભાવ ઉંચા જ છે અને તે જળવાય રહેશે.