સ્વચ્છતા હી સેવા પખવાડીયુ અંતર્ગત સ્વચ્છ પરીસર અને સ્વચ્છ આહારની ઉજવણી કરવામાં આવ હતી. રાજકોટ મંડળના રેલ પ્રબંધક પી.બી. નીનાવે દ્વારા આયોજીત પત્રકાર પરીષદમાં રાજકોટ ડી.આર.એમ. ઓફીસ કાર્યાલયના વાણીજય અને મીકેનીકલ વિભાગોમાં રેલ કર્મચારીઓ દ્વારા ગહન સફાઇ હાથ ધરવામાં આવી હતી. આ તકે વરીષ્ઠ વાણીજય પ્રબંધક રવીન્દ્ર કુમાર આ અભિયાનમાં જોડાયા હતા. તેમજ રાજકોટ રેલવે હોસ્પિટલના ચીફ મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. જે.પી.રાવત તથા અન્ય મેડીકલ સ્ટાફ દ્વારા હોસ્૫િટલનાં પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ આહાર દિવસ અંતર્ગત રેલવે સ્ટેશનો પર સ્થિત કેટરીંગ સ્ટોલોની સાફ-સફાઇ તથા રાજકોટ વાણીજય નીરીક્ષક વિશાલ ભટ્ટ દ્વારા વાંકાનેર સ્ટેશન પર ટેટરીંગ તથા વૈષ્ણદેવી એકસપ્રેસની પેટ્રી કારનું બારીકાઇથી નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગાંધીગીરી અપનાવીને રેલવે સ્ટેશન પરના મંડળ કાર્મીક અધિકારી આર.કે. ઉપાઘ્યાય, તથા પર્સનલ વિભાગના અન્ય સ્ટાફ દ્વારા યાત્રીકોને ફુલ તથા ચોકલેટ આપી રેલ પરીસરની સફાઇ કરી સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી.