નરેન્દ્રભાઈ મોદીને અભૂતપૂર્વ આવકાર આપી સૌના સાથ, સૌનો વિકાસના મંત્રને સાર્થક કરશે ભાજપના કાર્યકર્તાઓ
દેશના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીએ રાજકોટ ખાતે જે શાળામાં અભ્યાસ કર્યો છે તે શાળાને ઈન્ટરનેશનલ કક્ષાનું મ્યુઝીયમ બનાવેલ છે તેના લોકાપર્ણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૩૦ના રોજ રાજકોટ ખાતે પધારી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં ફરી રોડ શો જેવો ઉત્સાહ જોવા મળીરહ્યો છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા, પ્રદીપ ડવ, નિલેશ જલુ, મહેશ રાઠોડ, ડી. બી. ખીમસુરીયા આસીફ સલોત, હાઉનભાઈ શાહમદારની ઉપસ્થિતિમાં શહરેના મેયર બંગલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી તા.૩૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ આગમનને વધાવવા પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેર ભાજપના મહિલા મોરચો, યુવા મોરચો, બક્ષીપંચ મોરચા,અનુસચુચિત જાતી મોરચા, લઘુમતી મોરચા સાથે બેઠક યોજાઈ હતી.
કમલેશ મિરાણી, નીતીન ભારદ્વાજે જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થાય તે અંતર્ગત દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે મહાત્મા ગાંધીજીનીએ રાજકોટ ખાતે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે અભ્યાસ કર્યો છે તેસુંખદ સંભારણાને લોકમાનસમાં જીવંત રાખવા ઈન્ટરનેશનલ કક્ષાનુ મ્યુઝીયમ બનાવ્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીના આ આગમનને વધાવવા અને તેના રાજકોટ ખાતેના પ્રવાસને યાદગાર બનાવવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં બેનર, હોર્ડીંગ્સ, ઝંડી, ઝંડા લગાડી કેસરીયો માહોલ બનાવવામાં આવશે. આ બેઠકમાં ભાજપના દરેક મોરચાના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.