પેસિફિક મહાસાગર તટ પર પાપુઆમાં એક એવી ઘટના બની જે અંગે જાણીને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. chuuk international airport પર લેન્ડિંગ માટે પહોંચતા પહેલાં જ પાપુઆ ન્યૂ ગિનીનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. શુક્રવારે સવારે 9.30 વાગ્યે પેસિફિક મહાસાગરના પાપુઆ ન્યૂ ગિની ના માઇક્રોનેશિયામાં બોઇંગ 737-80 લેન્ડિંગ કરવા માટે રનવે પર દોડી રહ્યું હતું. અચાનક વિમાન બેકાબૂ થઇ ગયું અને નજીકના સમુદ્રમાં ઘૂસી ગયું. આ પ્લેનમાં અંદાજિત 36 પેસેન્જર્સ અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સ્થાનિક અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી છે કે, Air Niugini ફ્લાઇટમાં મોજૂદ તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેન સવારે 9.30 વાગ્યે લેન્ડ થવાનું હતું. લેન્ડિંગ દરમિયાન તે રનવે પર અટક્યું નહીં અને સીધું જ સમુદ્રમાં જઇને અટક્યું.આ ઘટના માઇક્રોનેશિયા ક્ષેત્રમાં થઇ છે જ્યાં Air Niuginiનું Boeing 737-800 પ્લેન સમુદ્રમાં પડી ગયું. તમામ યાત્રીઓને ઇલાજ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.