માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ દ્વારા હેમુગઢવી હોલ ખાતે ગુજરાતમાં સર્વપ્રથમ કલા-તિર્થ એવોર્ડ માટે રાષ્ટ્રીય લેવલનો ભારતીય પરંપરાના વિવિધ પ્રકારના નૃત્યોની ડાંસ કોમ્પીટીશન યુવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે યોજવામાં આવી હતી. જેમાં તમામ વિજેતા સ્પર્ધકોને દરેક કેડર વાઈઝ વિજેતાઓને એવોર્ડ, ટ્રોફી, શીલ્ડ, ઈનામો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ભારતભરમાંથી આવેલા કલાગુરુઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા પરફોરમન્સ આર્ટીટસને કલાતીર્થ એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.આ સ્પર્ધામાં ભારતભરનાં તમામ એઈઝ ગ્રુપના કલાકારો દ્વારા કલાસીકલ ડાંસ, ફોક ડાંસ, કથક, ભરતનાટયમ જેવા વિવિધ પ્રકારના ડાંસ માટે યોજવામાં આવેલ હતા. આ નૃત્ય કાર્યક્રમમાં બાબુભાઈ ઘોડાસરા, વલ્લભભાઈ વડારીયા, નાથાભાઈ કાલરીયા, શીવલાલ આદ્રોજા, કાંતીભાઈ માકડીયા, મહેન્દ્રભાઈ ફળદુ, ગૌતમભાઈ ધમસાણીયા, ધરમશીભાઈ સીતાપરા, કાંતીભાઈ ઘેટીયા, પ્રફુલ કાથરોટીયા, જયાબેન કાલરીયા, જોલીબેન ફળદુ, કીરણબેન માકડીયા, જે.એમ.પનારા ડો.વી.એન.પટેલ, જમનભાઈ ડેકોરાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંસ્થાની વધુ માહિતી કે દાન આપવા માટે મુકેશભાઈ મેરજા (મો.૯૪૨૬૭ ૩૭૨૭૩), ગીતાબેન પટેલ (મો.૯૪૨૯૧ ૬૬૭૬૬)નો સંપર્ક કરવાનું જણાવાયું છે.