ભારત અને બાંગ્લાદેશની વચ્ચે શુક્રવારે 14મી એશિયન કપ ફાઇનલ રમાશે. બંને ટીમો સતત બીજા સંસ્કરણમાં ફાઇનલ રમશે. અગાઉ 2016 (T-20 ફોર્મેટ)માં બાંગ્લાદેશને હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું. જોકે, વનડેમાં કોઈ મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહેલીવાર બંને આમને-સામને હશે.
ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલા 13 એશિયા કપમાંથી 6 ખિતાબ જીતવામાં સફળ રહી છે. તે 1984, 1988, 1990, 1995, 2010 અને 2016માં ચેમ્પિયન બની છે. બીજી તરફ, બાંગ્લાદેશ આજ સુધી ચેમ્પિયન નથી બની શક્યું.
ભારત VS બાંગ્લાદેશ
ક્યાં રમાયો? | મેચ | ભારત જીત્યું | બાંગ્લાદેશ જીત્યું | પરિણામ નહીં | રદ |
તટસ્થ સ્થાન પર | 9 | 8 | 1 | 0 | 0 |
બાંગ્લાદેશમાં | 23 | 17 | 4 | 1 | 1 |
ભારતમાં | 3 | 3 | 0 | 0 | 0 |
કુલ | 35 | 28 | 5 | 1 | 1 |
ભારત સંભવિત ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ
બાંગ્લાદેશ સંભવિત ટીમ- મશરફી મુર્તજા (કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, ઇમરુલ કાયેસ, મહમૂદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રુબેલ હુસૈન અને મુસ્તાફિજુર રહમાન