૧૦૦૮ સાધર્મિકોને મળી સહાય: આ ગુરુનો જન્મો
ત્સવ ની, આ ગુણનો, વૈરાગ્યનો, માનવતાનો જન્મોત્સવ છે: નમ્રમુનિ મ.સા.
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબનો ૪૮મોં જન્મોત્સવ શ્રધ્ધા-ભક્તિ અને સમર્પણતાની ઉત્કૃષ્ટ પ્રતીતિ કરાવીને હજારોની હૃદયધારા પર એક અમીટ છાપ અંકિત કરી ગયો હતો.
રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ સી. એમ. પૌષધશાળા-ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે રાષ્ટ્રસંત પૂ.ના ૪૮મા જન્મોત્સવ નિમિતે ઉજવાઈ રહેલાં સપ્ત દિવસીય માનવતા મહોત્સવ અંતર્ગત આજના ચર્તુ દિવસે રાષ્ટ્રસંતના જન્મદિવસે વહેલી સવારના રોયલપાર્ક સનકવાસી જૈન સંઘના પરિસરની બહાર માર્ગ પર સેંકડો ભાવિકોએ નત્ત મસ્તક ઈ અને અંતરના ઉપકાર સાથસાથે રોડ પર વંદના કરીને રાષ્ટ્રસંતના પ્રવેશ વધામણાં કર્યા હતાં.
ઉપસ્થિતિ વિશાળ સાધ્વીવૃંદે પણ રાષ્ટ્રસંતની અત્યંત અહોભાવી કરેલી પ્રદક્ષિણા વંદનાની અર્પણતા સો સેંકડો ભાવિકોએ નત્ત મસ્તક બનીને કરેલી વંદનાની અર્પણતા સાથે જાણે દિવ્યલોકની દિવ્યતા પણ આ અવસરે નત્ત બની ગઈ હતી.વહેલી સવારે મુંબઈના સુપ્રસિદ્ધ સંગીતકાર જતીનભાઈ બીદ દ્વારા હૃદયના ઉત્કૃષ્ટ ભાવોથી સંયમ અને ગુરુ ભક્તિ સ્તવના સાથે આ અવસરે રાષ્ટ્રસંત પ્રેરિત ચાલી રહેલાં આત્મકલ્યાણના અનેક અનેક મિશન્સના સભ્યોએ ઉપકારી ગુરુ પ્રત્યે ઉપકારની અભિવ્યક્તિ કરી હતી.
આ ઉપરાંત વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, વિરાણી બહેરા મૂંગા સ્કૂલ,જીનીયસ સુપર કીડ્સ, મેન્ટલી રીટાર્ડેડ સ્પેશિઅલ ચાઈલ્ડ માટેની સંસ ‘પ્રયાસ’ અને યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ-આ પાંચ દિવ્યાંગ બાળકો માટેની સંસઓના માનસિક વિકલાંગ, મૂક અને બધિર બાળકો દ્વારાલોકગીત, નૃત્યની ભાવવાહી પ્રસ્તુતિ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી. ડિસેબલ બાળકો અને તેની માતા વચ્ચેના સવેંદનશીલ સંવાદની પ્રસ્તુતિએ ઉપસ્થિતિ હજારોની આંખોને ભીંજવી દીધી હતી.
આ અવસરે મેન્ટલી રિટાર્ટેડ બાળકોની કળાને જોઈને રાષ્ટ્રસંતે કહ્યું હતું કે જીવનની કોઈ ખોટ હંમેશા ખૂબીઓનું સર્જન કરી જતી હોય છે. ખોટ ઘણાના જીવનમાં હોય છે, પરંતુ કેટલાંક લોકો માત્ર પોતાની ખોટ પર જીવનભર આંસુ સારતાં રહી જતા હોય છે. જયારે કે કેટલાંક તેમાંથી ખૂબીઓનું સર્જન કરીને આગળ વધી જતાં હોય છે. ઈંટનો જવાબ પથ્રી આપતાં આ જગતના લોકો વચ્ચે કેટલાંક લોકો ફેંકાએલી ઇંટમાંથી ઇમારતનું ચણતર કરી દેતાં હોય છે.
મુંબઈના બીનાબેન અજયભાઈ શેઠ તરફી દિવ્યાંગ બાળકોની હિતચિંતા કરનાર આ પાંચ સંસઓ માટે એક લાખનું અનુદાન જાહેર કરવામાં આવતાં સર્વત્ર હર્ષનાદ છવાયો હતો.
આ અવસરે રાષ્ટ્રસંતના જીવનની ગૌરવગાથા માતા પુષ્પાબેનના પાત્રમાં એકપાત્રી નાટિકાની હૃદયસ્પર્શી રજૂઆત ઉપસ્થિત સહુના હૃદયને સ્પર્શી ગઈ હતી.
ઉપકારી ગુરુભગવંતના જન્મદિવસે કોલકત્તાના ભાવિકો દ્વારા ૪૮ વિક્લાંગોને જોધપુર ફુટ અર્પણ કરવામાં આવ્યા હતાં. અમીબેન દોશીએ આ અવસરે ચાતુર્માસ અર્થે રાજકોટમાં પધારેલાં રાષ્ટ્રસંતના પ્રવચન પ્રભાવે સ્વયંના જીવનમાં આવેલાં પરિવર્તનની અનુભૂતિની અભિવ્યક્તિ કરીને સદગુરુના મહત્વને દર્શાવ્યું હતું.