ગુજરાતના સપૂત અને લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ રાજકોટ પધારનાર છે. તેઓના વરદ હસ્તે શ્રી મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં ગાંધી મ્યુઝિયમ અને રાજકોટ મહાનગરપાલિકાની આઇવે પ્રોજેક્ટ ફેઇઝ-૨ અને આવાસ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
રાજકોટના આ વડાપ્રધાનના કાર્યક્રમને યાદગાર અને અસરકારક સફળ બનાવવા માટે કેન્દ્ર/રાજ્ય સરકારના વિવિધ ખાતાઓના અધિકારીઓને જુદી જુદી કામગીરી સોંપાયેલ છે. અને જે અંતર્ગત ૨૮ જેટલી કમીટીઓની રચના કરાયેલ છે. આ કમીટીની અત્યાર સુધીમાં કરાયેલ કામગીરીની ક્રમશ: જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
આ સમીક્ષા કરાયેલ કમિટીઓની કામગીરીમાં મુખ્ય સ્ટેઈઝ વ્યવસપન, જનરલ, વી.આઇ.પી. તા વી.વી.આઈ.પી.ની બેઠક વ્યવસપક, મંડપ બાંધકામ, ક્રાઉડ મોબિલાઇઝેશન, વાહન વ્યવહાર તા પાર્કિંગ, એકોમોડેશન, એરપોર્ટ ખાતે સ્વાગત, ફૂડ પેકેટ, પીવાના પાણી, સ્વચ્છતા, ટેલીફોન, હોટલાઇન, લાઈવ પ્રસારણ વ્યવસ, સલામતિ તા ટ્રાફિક નિયમન, આરોગ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રેસ મીડિયા, કંટ્રોલ રૂમ, પાસ વિતરણ, મુવી નિદર્શન, બેનર/પોસ્ટર, ફૂડ ચેકીંગ, ફાયર એન્ડ ઈમરજન્સી, રૂટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમના કાર્યક્રમ, એરપોર્ટ એન્ટ્રી પાસ વિગેરે સમિતિઓનો સમાવેશ ાય છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પ્રજાપતિ અને વિવિધ ખાતાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.