હોટલમાં રસોઇ બનાવવા બાબતે પરિણીતા પર ને પશુ ચરાવવા બાબતે બે વ્યકિત પર હુમલો
ચોટીલાની હોટલમા રસોઇ કરવા બાબતે મહીલા પર હુમલો કરવામાં આવ્યો છે જયારે બીજી તરફ ખેતરમાં પશુને ચરાવી દીધો હોય તેની શંકા પર બે વ્યકિત પર લાકડી વડે હુમલો કરવા જેવા બે બનાવ પોલીસ ચોકડે નોંધાયા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં મફતીયારપરામાં રહેતા અને યોગીરાજ હોટલમાં કામ કરતા હંસાબેન ભરતભાઇ રાઠોડ નામની ૪૫ વર્ષીય મહીલા પર હોટલના કારીગર નયને ઢીકાપાટુનો માર મારતા મહીલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયી છે. હંસાબેન પોતે શાક વધારતા હોય ત્યારે નયન સાથે શાક સુધારવાના પ્રશ્ર્ને બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શખ્સે મહીલાને ઢીકાપાટુનો માર માર્યાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. મહીલા હંસાબનને મુંઢમાર વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જયારે બીજી તરફ ચોટીલાની મસ્જીદ શેરીમાં રહેતા નિશારભાઇ ઇસ્માઇલભાઇ કલાડીયા (ઉ.વ.પ૦) અને મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ કલાડીયા (ઉ.વ.૩પ) નામના વ્યકિત પર યુસુફ, અફઝલ અને નફી નામના શખ્સોએ લાકડી વડે હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઇજાગ્રસ્ત નિશારભાઇ અને મહેબુબભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. નિશારભાઇ અને મહેબુબભાઇ પોતાના ઢોરને હુમલાખોરના ખેતરમાં ચરાવી ગયા હોય જેની શંકાને લઇ ત્રણ શખ્સોએ માર માર્યાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે બન્ને ઘટનાઓને ઘ્યાનમાં લઇ હુમલાખોર પર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.