બળવંતસિંહની પીટીશન કાઢી નાંખવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ચાલુ રખાયો
કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અહેમદ પટેલની અરજી વડી અદાલતે ફગાવી છે. રાજયસભાની ચૂંટણીમાં પાંખી બહુમતિથી ચૂંટાયેલા અહેમદ પટેલ સામે પરાસ્ત થયેલા બળવંતસિંહ રાજપૂતે અહેમદ પટેલની ચૂંટણી તથા જીત રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. આ પીટીશન ગેર બંધારણીય છે તેવી અરજીને ફગાવી દેવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, ન્યાયાધીશ એ.એન.ખાનવીલકર અને ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે ગુજરાત હાઈકોર્ટને ચુકાદો ચાલુ રાખ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, રાજયસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ સામે બળવંતસિંહ રાજપૂત ઉભા હતા.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અહેમદ પટેલે બળવંતસિંહને મળેલા કુલ મત પૈકી બે મત સામે વાંધો લીધો હતો. ચૂંટણી અધિકારીએ તમામ રજૂઆત સાંભળ્યા બાદ બળવંતસિંહને મળેલા બે મત રદ્દ કરતા બળવંતસિંહ ચૂંટણી હારી ગયા હતા અને અહેમદ પટેલ ચૂંટણી જીતી ગયા હતા.આ ચૂંટણી પ્રક્રિયાને બળવંતસિંહે હાઈકોર્ટમાં પડકારી અહેમદ પટેલને ગેરલાયક ઠેરવવા માંગણી કરી હતી.
બીજી તરફ બળવંતસિંહની આ પીટીશન કાઢી નાખવી જોઈએ તેવી અરજી અહેમદ પટેલે કરી હતી. પીટીશન ટેકનીકલ ખોટી હોવાનો દાવો પણ કર્યો હતો. તમામ પક્ષને સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી દીધી હતી. આ ચુકાદો અહેમદ પટેલે વડી અદાલતમાં પડકાર્યો હતો. વડી અદાલતે પણ આ અરજીને ફગાવી હતી