સિનિયર ૧૦ આઇપીએસ, ૨૦ એસીપી, ૫૦ ઇન્સ્પેકટર અને ૧૦૦ પીએસઆઇ તેમજ ૩૦૦૦ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ બંદોબસ્તમાં જોડાશે.

દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૩૦મીએ રાજકોટ આવી રહ્યા હોવાથી તેમની સુરક્ષા વ્યવસ્થા માટે આવતીકાલે એસપીજી કમાન્ડો રાજકોટ આવી પહોચશે તેમજ સ્થાનિક કક્ષાએ બંદોબસ્ત માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ સમગ્ર બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધી સ્કૂલ ખાતે રૂ.૨૪ કરોડના ખર્ચે વિશ્ર્વ કક્ષાના ગાંધી મ્યુઝીયમના લોકાપર્ણ, ચૌધરી હાઇસ્કૂલ ખાતે જાહેર સભા, આઇવે પ્રોજેકટ અને રૈયાધાર પીપીપી આવાસ યોજનાના લોકાપર્ણ માટે રાજકોટ આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા માટે પોલીસ દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા માટે આવતીકાલે એસપીજી કમાન્ડો રાજકોટ આવી જશે અને ચારેય સ્થળની મુલાકાત લઇ હવાલો સંભાળી લેશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા માટે ૧૦ સિનિયિર આઇપીએસ અધિકારી, ૨૦ એસીપી, ૫૦ પી.આઇ. ૧૦૦ પીએસઆઇ, ૩૦૦૦ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ જોડાશે, બંદોબસ્તમાં સ્નેફર ડોગની મદદ લેવામાં આવશે બંદોબસ્તમાં કોઇ કચાશ ન રહે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સતત દેખરેખ રાખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.