વિદ્યાર્થીઓએ પાંચ વિભાગોમાં કૃતિ રજૂ કરી: ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરાયા
પડધરી તાલુકાનીક સી.આર.સી. સાલપીપળીયામાં કલસ્ટર કક્ષાનું ગણીત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ
આ પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગોએ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા જેમાં ૩ડી થીયેટર મુવી મેકસ થિયેટર, વીઆર રિયાલીટી ગણીત વિજ્ઞાન પ્રદર્શન કોર્નર, શાળા દર્પણ નિહાળવા આવનાર શાળાઓ અને ગ્રામજનો આ પાંચ વિભાગોમાં ખૂબજ રસ પૂર્વક ઓતપ્રોત બન્યા હતા અને સંતોષ વ્યકત કર્યો હતો.
આ પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએથી પ્રાચાર્ય ડો. ચેતનાબેન વ્યાસ, સોનલબેન દવે, પી.જે. કેરાળીયા, ડો. પ્રવિણભા, ચૌહાણ, પથુભાઈ ડોડીયા, વિરલભાઈ મહેતા, લાયઝન દિપાલીબેન વડગામા, વી.ઓ.કાચા બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું પ્રદર્શનના ક્ધવીનર સંજયભાઈ ચોવટીયા અને આયોજન કર્તા કો.ઓર્ડીનેટર ગૌતમભાઈ ઈન્દ્રોડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.