સ્ટલીંગ બાયોટેકનો નીનિન સાંડેસરા પરિવાર સાથે નાઇઝરીયાના વિકટોરીયા આઇલેન્ડમાં છુપાયો હોવાનો ખુલાસો
કૌભાંડકારીઓના પગલે ભારતીય બેંકોની પરિસ્થિતિ વધુ કથળતી બની છે. લોન લઇ કૌભાંડ આચરવાની સીસ્ટમ બની ગઇ હોય તેમ બેંકોનો એન.પી. એ રેશીયો વધી રહ્યો છે. એક પછી એક કૌભાંડ છતાં થઇ રહ્યા છે. અને દેશના રૂપીયા લઇ કૌભાંડકારીઓ વિદેશ નાસી જવાના કારનામા કરી રહ્યા છે.
આ કારનામામાં વધુ એક ગુજરાતી આરોપી નીતીન સાંદેસરાનું પણ નામ ખુલ્યુ હતું જે બેંકોને પ૦૦૦ કરોડનો ધુંબો મારી નાઇઝરીયા ફરાર થઇ ગયો હોવાનું તાજેતરમાં જાણવા મળ્યું હતું. ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે કૌભાંડી સાંદેસરા નાઇઝરીયામાં ફુડના કુવાઓનો માલીક છે.
નીતીન સાંદેસરા ગુજરાતની સ્ટલીૅગ બાયોટેકનો પણ માલિક છે. સીબીઆઇએ નાઇઝરીયાની ઇન્ટરપોલ યુનિટ સાથે વાર્તાલાપ કરી નીતીન સાંદેસરા અને તેના પરિવારના નાઇઝરીયાના લોકેશન વિશે માહીતી આપવા કહ્યું હતું જેના પગલે ખુલાસો થયો છે કે કૌભાંડકારી સાંદેસરા ભારતીય બેંકનું પ૦૦૦ કરોડનું ફુલેકુ ફેરવી હાલ તે નાઇઝરીયામાં છે અને ફુડનું પ્રોડકશન ધમધમાવી રહ્યો છે.
પ૦૦૦ કરોડના આ કૌભાંડમાં નીતીન સહીત તેના ભાઇ ચેતન સાંદેસરા ભાભી દિપ્તી સાંદેસરા પણ સંડોવાયેલા છે. સીબીઆઇને જાણવા મળ્યું છે કે નીતીન સાંદેસરા નાઇઝરીયામાં સ્ટલીંગ ઓઇલ એકપ્લોરેશન એન્ડ એનજી પ્રોડકશન નામથી કંપની ચલાવે છે અમે નાઇઝરીયામાં વીકટોરીયા આઇલેન્ડમાં છુપાયો છે.