પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા રાજ્યભરમાં સેવાકાર્યો હા ધરાયા.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીની અધ્યક્ષતામાં તા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતમાં આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યભરની સરકારી યુનિવર્સીટીના સેનેટ તા સીન્ડીકેટ સભ્યોની ઉપસ્થિતમાં વ્યાખ્યાન માળા યોજાઇ.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, પંડિત દીનદયાળજી નું વિરાટ વ્યક્તિત્વ આજે પણ આપણેને જરૂરિયાતમંદો ની સેવા કરવા માટે પ્રેરણા પુરી પાડે છે. પંડિત દીનદયાળજીએ વિશ્વભરમાં ફેલાયેલા ભ્રામક વિચારોની સામે એકાત્મ માનવ દર્શનનો વિચાર આપી રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ સમર્પણ આપ્યુ છે. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયમાં વૈચારિક યુધ્ધ ચાલી રહ્યુ છે.
જે રાષ્ટ્રની એકતા માટે જોખમ ઉભું કરનારું છે. આ પ્રકારના વૈચારિક આક્રમણોને સમજવા પડશે અને એને રોકવા માટે રચનાત્મક અભિગમો અપનાવવા પડશે. દુનિયામાં જ્યારે મુડીવાદી – સમાજવાદી વિચારધારાએ લોકોને વિનાશ તરફ ધકેલ્યા છે ત્યારે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો એકાત્મ માનવ દર્શનનો વિચાર એ એનો અકસીર ઇલાજ બનીને ઉભર્યો છે.
ભાજપા જનસંઘના સમયી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વરીને સમાજમાં કાર્ય કરે છે. આપણો વિચાર એટલે વસુધૈવ કુટુંબકમની ભાવના સો લોકોને જોડવા. માત્ર સ્વનું જ નહી પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના સો ભાજપા સતત કાર્ય કરી રહી છે.
આજની આ વ્યાખ્યાન માળામાં જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ભાજપાના મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ, પ્રદેશ મંત્રી અમિતભાઇ ઠાકર તા પ્રદેશ ભાજપા મીડિયા ક્ધવીનર ડો હર્ષદ પટેલ, ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ સીન્ડીકેટ સભ્ય ડો. જગદીશ ભાવસાર, સીન્ડીકેટ સભ્ય મહેશભાઇ કસવાલા સહિત ગુજરાતની ૧૨ જેટલી સરકારી યુનિવર્સીટીના પ્રતિનિધિઓ ઉપસ્તિ રહ્યા હતા.