ગુજરાતના વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે મહત્વની એવી બુલેટ ટ્રેન યોજના સાકાર ઇને જ રહેશે: વાઘાણી.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બુલેટ ટ્રેન બાબતે કોંગ્રેસ દ્વારા કરાયેલા દુષ્પ્રચાર અંગે આકરા શબ્દોમાં કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ હંમેશા ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની જનતાની સુખ સુવિધા માટે આયોજન કરતા હતા ત્યારી જ કોંગ્રેસ વિકાસના યજ્ઞમાં હાડકા નાખવાનું કામ કરતી આવી છે.
કોંગ્રેસની માનસિકતા જનસુવિધાને બદલે ભાજપ કે નરેન્દ્રભાઈ મોદીને કેવી રીતે બદનામી મળે, અવરોધ ઉભા ાય તેવા કારસા રચવાની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારી વિકાસકાર્યોના જેટલા ખાતમુર્હુત કર્યા છે તે તમામ કાર્યોના લોકાર્પણ તેમણે જ કર્યા છે. તેી જ ગુજરાત સમગ્ર દેશ અને દુનિયા માટે વિકાસનું રોલમોડલ બન્યુ છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, બે દેશના વડાઓ જ્યારે બુલેટટ્રેન પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરતા હોય ત્યારે પણ કોંગ્રેસે જુઠ્ઠાણા ફેલાવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મજાક બનાવી હતી. પરંતુ જનતા જાણે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ભાજપા સરકાર આવ્યા પછી ગુજરાત વિકાસની અવિરત હરણફાળ ભરી રહ્યુ છે. ત્યારે બુલેટ ટ્રેનનું ફંન્ડિગ રોકવાની વાત તદ્દન પાયાવિહોણી છે. આજે જ મારે આ બાબતે કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી પિયુષજી ગોયલ સો બુલેટ ટ્રેન બાબતે ચર્ચા ઇ ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, જાપાન દ્વારા ફંડ અટકાવવાની બાબત તદ્દન વાહિયાત છે, નર્યુ જુઠ્ઠાણું છે.
આજરોજ બુલેટટ્રેનનું કામ સંભાળતી ભારત સરકારની કંપની નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તીમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી કે, જાપાન ઇન્ટરનેશનલ કો.ઓપરેશન એજન્સી દ્વારા ફંડ અટકાવવાની વાત તદ્દન પાયાવિહોણી છે. ભારત સરકાર અને જીકા વચ્ચે અંદાજે ૧૦ બીલીયન યેનનું લોન એગ્રીમેન્ટ યેલ છે અને આજની તારીખે કોઇ ફંડ પેન્ડીંગ ની. ગુજરાતના વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે મહત્વની એવી બુલેટ ટ્રેન યોજના સાકાર ઇને જ રહેશે.