તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો સો મંત્રીનો સીધો વાર્તાલાપ.
ન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ખેડૂતોને જણાવ્યું હતું કે, આયોજનપૂર્વકની અને યોગ્ય દિશાની મહેનતી આવનારા સમયમાં ખેડૂતો દેશના વિકાસની ધુરા સંભાળી શકશે.
તરઘડીયાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા ખેડૂતો સોના સીધા વાર્તાલાપમાં ઉપસ્તિ ખેડૂતોને સંબોધતાં માર્ગ પરિવહન, હાઇવે, શિપિંગ, કેમિકલ્સ એન્ડફર્ટિલાઇઝર વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ ઉમેર્યું હતું કે તેમની આ મુલાકાત મારફતે ખેડૂતો પાસેી મળેલા સૂચનોને રાષ્ટ્રીય કૃષિ નીતિ ઘડવામાં ઉપયોગમાં લેવામાં આવશે. દેશના તમામ બંદરો પર એક જેટી માત્ર કૃષિપેદાશોની નિકાસ માટે જ ફાળવાઇ હોવાની સરકારી નિર્ણયની ખેડૂતોને જાણ કરી હતી, જેી ખેડૂતો તેમની ખેતપેદાશ સીધી જ અન્ય દેશોમાં નિકાસ કરી શકે.
નાની-નાની બાબતોનું ધ્યાન રાખવા, વૈજ્ઞાનિક અભિગમી ખેતી કરવા, બુધ્ધિપૂર્વકનો શ્રમ કરવા, પશુપાલનને પણ ઉત્તેજન આપવા, ખાતર અને પાણીનો વિવેકપૂર્ણ વપરાશ કરવા વગેરે માટે તેમણે ખેડૂતોને ખાસ ભલામણ કરી હતી. મંત્રી માંડવિયા પ્રગતિશીલ ખેડૂતોની કાર્યશૈલીી વાકેફ યા હતા, અને અન્ય ખેડૂતોને તેમનામાંથી પ્રેરણા લેવા હિમાયત કરી હતી.
મંત્રી માંડવિયા તા અન્ય મહાનુભાવોએ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. આમંત્રિતોનું પુષ્પગુચ્છી સ્વાગત કરાયા બાદ મંત્રીને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન એનાયત કરાયું હતું. મંત્રીએ સમગ્ર પરિસરની મુલાકાત પણ લીધી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા (રાજકોટ)ના સીનિયર સાયન્ટિસ્ટ તા હેડ ડો. બી.બી.કાબરિયાએ સ્વાગત પ્રવચનમાં સંસનો પરિચય તા પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. વિવિધ ગામોમાંથી આવેલા ખેડૂતોએ તેમની સાફલ્યગાાઓ મંત્રી માંડવિયા સમક્ષ રજૂ કરી હતી.
આ પ્રસંગે કૃષિ ઇજનેરી કોલેજના આચાર્ય ડો. શર્મા, સુકી ખેતી સંશોધન કેન્દ્રના વડા ડો. હીરપરા, કૃષિ વિજ્ઞાન કેનદ્રના વૈજ્ઞાનિકો ડો. જીવરાજ ચૌધરી, ડો. એમ. એમ. તાજપરા, ડી. પી. સાનેપરા, શ્રીમતિ હેતલબેન મણવર, અન્ય કર્મચારીઓ, રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંી આવેલા ખેડૂતો વગેરે ઉપસ્તિ રહયા હતા.