રાજકોટ ખાતે શીપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ અને રાજકોટ એન્જિનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝનો બ્રિજીંગ સેમિનાર યોજાયો.
રાજકોટ ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોી અને તેમની ઊપસ્થિતમાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનનાં હોલમાં રાજકોટના વિવિધ એન્જીનીયરીંગ એસોસીએશન અને શીપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધીઓ વચ્ચે એક બ્રિજીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.
રાજકોટની એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝ વિવિધ સ્પેરપાર્ટ બનાવવા માટે વિશ્વ કક્ષાએ નામના ધરાવે છે. આ ઇન્ડસ્ટ્રીઝ રેલવે, શીંપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ડીફેન્સની મશીનરી માટે વિવિધ સ્પેરપાર્ટનું સ્વદેશી ઉત્પાદન કરે તે માટે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા ધણા સમયી પ્રયત્નો હા ધરવામાં આવેલ છે. અગાઉ રેલવે મંત્રાલય અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન વચ્ચે આ પ્રકારની બ્રિજીંગ મીટીંગ દિલ્હી ખાતે રાખવામાં આવેલ. ત્યાર બાદ રેલવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજકોટ એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝની બે-ત્રણ વખત મુલાકાત પણ લેવાયેલ છે. રાજકોટ એન્જીનીયરીંગ ઇન્ડટ્રીઝ રેલવેમાટે આગામી સમયમાં વિવિધ સ્પેરપાર્ટ બનાવી સપ્લાય કરશે. જે સ્પેરપાર્ટ આજસુધી રેલવે મંત્રાલય દ્વારા વિદેશમાંી આયાત કરવામાં આવી રહેલ છે.
આવી જ રીતે શીપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વિવિધ કંપનીના ૪૦ જેટલાં પ્રતિનિધીઓ તા શીંપીગ મંત્રાલયના અધિકારીઓ સો રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનનો બ્રિજીંગ સેમીનાર રાજકોટ ખાતે આજરોજ યોજાયેલ. જેમાં શીપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાની જરૂરીયાત અંગે રાજકોટ એન્જીનીયરીંગ ઇન્ડટ્રીઝને અવગત કરવામાં આવેલ છે. જેી આગામી સમયમાં રાજકોટ એન્જીનીયરીંગ ઇન્ડટ્રીઝ દ્વારા વિવિધ સ્પેરપાર્ટ બનાવી શીંપ બિલ્ડીંગ કંપનીઓને સપ્લાય કરી શકાય.આવી જ રીતે ભવિષ્યમાં ડીફેન્સ મંત્રાલય દ્વારા પણ રાજકોટ ખાતે આવા જ એક સેમીનારનો આયોજન કરવામાં આવશે.
આ તકે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવેલ છે કે,રાજકોટ એન્જીનીયરીંગ ઇન્ડટ્રીઝની સ્પેર પાર્ટ બનાવવા ક્ષેત્રે મહાર છે. તેમની આ શક્તિનો ઉપયોગ રેલવે, શીંપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ, ડીફેન્સ સાધનોમાં કરવા માટે સરકાર કટીબધ્ધ છે. આવા બ્રિજીંગ સેમીનારી જે સ્પેરપાર્ટ આયાત કરવા પડે છે. તેનું ધર આંગણે ઉત્પાદન શક્ય બનશે.તા હાલ જે વિદેશી હુંડીયામણનો વ્યય ાય છે તેના બદલે ભવિષ્યમાં આ સ્પેરપાર્ટની નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાવી શકાશે. આ પગલાઓી ભવિષ્યમાં રાજકોટ સ્પેરપાર્ટ માટેનું વૈશ્વિક હબ બનશે.