આ કેમ્પમાં ૨૦૪ પરિવારોને સ્થળ પર જ “માં” કાર્ડ કાઢી આપવામાં આવ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે ગીત ગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સમાજ, ગુરુ ગોવિંદ સિંહ કોમ્યુનીટી હોલ, આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ “માં” વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૨૦૪ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ.
આ કેમ્પનું ઉદ્દઘાટન માન. શ્રી નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી)રાજકોટ નાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં શ્રી બીનાબેન આચાર્ય – મેયરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેલ.
આ કેમ્પમાં માન. મેયરશ્રી બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “માં” કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. તેમજ આ કેમ્પમાં મહેમાનોનું સ્વાગત પ્રવચન આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ.
આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે માન.મોહનભાઈ કુંડારિયા – સંસદસભ્ય રાજકોટ, માન. કમલેશભાઈ મીરાણી – પ્રમુખ રાજકોટ શહેર ભા.જ.પ., માન. ગોવિંદભાઈ પટેલ – ધારાસભ્ય રાજકોટ, માન. અરવિંદભાઈ રૈયાણી – ધારાસભ્ય રાજકોટ, માન. લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્ય રાજકોટ, માન. ભાનુબેન બાબરીયા – રાષ્ટ્રીય મંત્રીઅનુસુચિત જાતિ મોરચો, માન. અંજલીબેન રૂપાણી – પ્રભારી રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો, માન. ઉદયભાઈ કાનગડ – સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન, અશ્વિનભાઈ મોલીયા (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.).
દલસુખભાઈ જાગાણી (નેતા શાસક પક્ષ, રાજકોટ મ્યુ. કો.), અજયભાઈ પરમાર (દંડક રાજકોટ મ્યુ. કો.), ભીખાભાઈ વસોયા પૂર્વ પ્રમુખરાજકોટ શહેરભા.જ.પ., દેવાંગભાઈ માંકડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.), જીતુભાઈ કોઠારી ( મહામંત્રી , રાજકોટ શહેર ભા.જ.પ.), કિશોરભાઈ રાઠોડ (મહામંત્રી , રાજકોટ શહેર ભા.જ.પ.), શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર – ચેરમેન (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ), દર્શિતાબેન શાહ – કોર્પોરેટર (વોર્ડ નં-૨), સોફીયાબેન દલ – કોર્પોરેટર (વોર્ડ નં-૨), મનીષભાઈ રાડિયા – બાંધકામ ચેરમેન , રાજેન્દ્રસિંહ ગોહિલ – પ્રમુખ (વોર્ડ નં ૨), જયસુખભાઈ પરમાર – મહામંત્રી (વોર્ડ નં ૨), ધૈર્યભાઈ પારેખ – મહામંત્રી (વોર્ડ નં. ૨) ખાસ હાજર રહેલ.
તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાન ધનસુખભાઈ વોરા – પ્રેસિડેન્ટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી સતીષભાઈ એસ. મેહતા – એમ.ડી. અબતક ન્યુઝ પેપર, ઈંદુભાઈ કોઠારી –એડવોકેટ જૈન ટ્રસ્ટી, શિરીષભાઈ બાટવીયા – જૈન ટ્રસ્ટી, રાજેનભાઈ બાંધણી – જૈન ટ્રસ્ટી, શશીભાઇ વોરા – વાઈસ પ્રેસીડેન્ટ-જૈન મોટા સંઘ હાજર રહેલ.