પરિણીતાને દહેજ અંગે ત્રાસ આપતા સસુરના ઘરનો ત્યાગ કરી પતિ, સાસુ, સસરા અને દિયરો સામે ગુનો નોંધાયો ‘તો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતીકાનગરમાં રહેતી પરિણીતાને મારમારી ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી અને ઘરેલું હિંસાનો કેસ ચાલી જતા અદાલતે પતિ સહિત સાસરીયાને ત્રણ ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
રાજકોટ શહેરના જીવંતીકાનગરમાં રહેતા હિનાબેન ઉર્ફે મનીષાબેનના ૧૮ વર્ષ પહેલા ગોપાલનગરમાં રહેતા કેતન ડોડીયા સાથે લગ્ન થયેલા જેના લગ્ન જીવન દરમ્યાન ત્રાસ થતા અજથી આઠ વર્ષ પહેલા હિનાબેન નિ:સંતાન હોવા અંગે સભ્યો દ્વારા ત્રાસ આપતા જે અન્વયે હિનાબેન દ્વારા સસુરપક્ષના પતિ કેતન ડોડીયા સાસુ સસરા, ધીરૂભાઈ ડોડીયા, દિયર સંજય ડોડીયા અને દિયર હિતેષ ડોડીયા વીરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદના કામે મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા તપાસ પૂર્ણ થતા ટ્રાયલ એડી. ચીફ જયુડી. મેજી. સમક્ષ ચાલતા તમામ સાક્ષીઓને તપાસી તમામ કેસની વિગતે બનેલ બનાવ તથા ફરિયાદી તરફે થયેલ રજૂઆતોને માન્ય રાખી ન્યાયધીશ સુતરીયા મેડમે કલમ ૪૯૮ (ક) અન્વયે સસુરપક્ષન પાંચેય આરોપનીઓને ત્રણ ત્રણ વર્ષની સજા તથા ત્રણ ત્રણ હજાર પૂરાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
મુળ ફરિયાદી હિનાબેન ડોડીયા વતી એડવોકેટ જયેન્દ્ર ગોંડલીયા, મોનિષ જોષી, હિરેન લીંબડ, રાજેશ ડાંગર, કુલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રગીરી ગોસ્વામી વિગેરે તથા સરકાર પક્ષે સરકારી વકીલ બીપીનભાઈ શુકલ રોકાયેલ હતા.