લત્તાજીનાં ૮૯માં જન્મ દિવસ નિમિત્તે અદકેરૂ આયોજન: રોશની સીંગર લત્તાજીના ગીતો પર સુર રેલાવશે
મમતા મ્યુઝીકલ મંચ દ્વારા લતાજીનાં ૮૯માં જન્મદિવસ નિમિતે આગામી શુક્રવારના રોજ એક શામ લતાજી કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંં છે. જેમાં રોશની સીંગર લતાજીના ગીતો પર સુર રેલાવશે કાર્યક્રમ અંગે વિસ્તૃત વિગત આપવા આયોજકો તેમજ ગાયક કલાકારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ખ્યાતનામ ગાયીકા લતા મંગેશકરજીનાં ૮૯માં જન્મ દિવસ નિમિતે મમતા મ્યુઝીકલ મંચના દેવદાસ ભાનુશાળી દ્વારા તા.૨૮ને શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે એક શામ લતાજી કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રોશની સીંગર દ્વારા લતાજીના ગીતો પર સૂર રેલાવવામાં આવશે. આ ઉપરાંત એલ.એસ. થોમસ, મયુર મકવાણા, દેવીદાસ ભાનુશાળી, ધનંજય વ્યાસ, અઝમીન, યશ ભાનુશાળી, બ્રિજેશ જેઠવા અને માસ્ટર હર્સીલ પોતાની ગાયન કળા રજૂ કરશે.
આ દરમિયાન લાઈવ ઓરકેસ્ટ્રામાં રાજુભાઈ ત્રિવેદી, દિલીપભાઈ ત્રિવેદી, મિતુલ ગોસાઈ, પ્રકાશ વાગડીયા, મહેશ ધાકેશા, પારશ વાઘેલા સહિતના કલાકારો વાજીંત્રો વડે સાથ પૂરવશે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત ભજનીક લલીતાબેન ઘોડાદ્રા, જીમીભાઈ અડવાણી, દિલીપભાઈ આસવાણી, અતુલભાઈ રાજાણી સહિતના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.