રાજકોટ તાલુકાના ભાવનગર રોડ પર આવેલી કાળીપાટ ગામમાં બે જુથો વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં બે યુવકોની હત્યા થયેલી જેના આરોપીઓ દ્વારા એફ.એસ.સાથે લેવાની અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ બનાવની ટુંકી વિગત જોઈએ તો રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નજીવી બાબતે બે જુથ વચ્ચે ખેલાયેલ ધિંગાણામાં બે યુવક્ધી હત્યા થયેલી જેમાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે સત્યસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની ફરિયાદ પરથી કોળી જૂથના ૧૦ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
જેમાં છગન રઘા દુધરેજીયા, ધીરૂ રઘા, સુરેશ રઘા, દિનેશ દેવશી, સવજી દેવશી, જેન્તી પ્રેમજી, બાબુ ઉકા, મનસુખ દેવશી, જયોત્સનાબેન જેન્તીભાઈ લાભુબેન પ્રેમજી વિગેરે આરોપીઓને જેલ હવાલે કરેલા. આરોપીઓએ સામા પક્ષે દસ આરોપીઓ વિરૂધ્ધ હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ડબલ મર્ડરવાળો કેસ ચાલી જતા આ કામના આરોપીઓને બંને કેસના વિશેષ નિવેદનો સાથે લેવાની અરજી કરી હતી જેમાં સ્પે. પી.પી. અનિલભાઈ દેસાઈએ આ અરજી ટકવાપાત્ર નથી તેવી દલીલો કરી સુપ્રીમ કોર્ટનાં ચુકાદાઓ ટાંકયા હતા. આ અરજી પર બંને પક્ષની દલીલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ફર્ધર સ્ટેટમેન્ટીજ અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સ્પે. પી.પી. તરીકે અનિલભાઈ દેસાઈ તથા મુળ ફરિયાદી વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા વિગેરે રોકાયેલા હતા.