જીવંતીકાનગરની મહીલા સહીત બે શખસો મકાનમાં કરી તોડફોડ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસ.કે. ચોકમાં ભાગીદારીના ધંધામાં થયેલા મનદુ:ખના કારણે મહીલા સહીત બે શખ્સોએ માતા-પુત્ર પર હુમલો કરી મકાનમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહીતી મુજબ ગાંધીગ્રામના એસ.કે. ચોકમાં રહેતા જયોતિબેન જીતેન્દ્રભાઇ ગામટાએ જીવંતીકાનગરના મયુરીબેન વિનુભાઇ પુરોહિત અને રણજીત વિનુભાઇ પુરોહિત સામે માર મારી મકાનમાં તોડ તોડ કર્યાની ફરીયાદ નોંધાવી છે.
જીતેન્દ્રભાઇ ગામટા અને વિનુભાઇ પુરોહિતે ભાગીદારીમાં પ્લાસ્ટીકની આઇટમ બનાવવાનું કારખાનુ શરુ કયું હતું બન્ને વચ્ચે ભાગીદારીના ધંધામાં મનદુ:ખ થયું હોવાના કારણે જયોતિબેનએ તેના પુત્ર મયંકને માર મારી ખુનની ધમકી દીધાની ફરીયાદમાં જણાવ્યું છે.
મયુરીબેન પુરોહિત અને રણજીત પુરોહિતે માતા-પુત્રને માર મારી મકાનમાં તોડફોડ કર્યા અંગેનો પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ તપાસ હાથ ધરી છે.